પાલખી સાથે પ્રભાતફેરી સત્સંગ કિર્તન પાઠ મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો યોજાયા…
માંગરોળમાં શ્રીગુરુનાનક સાહેબના ૫૫૫માં પ્રકાશપર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાઈ જેમા છેલ્લા ૮ દિવસથી દરરોજ પ્રભાતવેલે સિંધી સમાજની મહિલાઓ દ્વારા કાર્તકસુદ મહીના તેમજ ગુરુનાનકજીના આગમન દિવસોની ઉજવણી કરાયા બાદ આજેવહેલી સવારે ઝુલેલાલ મંદિરે સત્સંગ કથા મહાઆરતી કરી ફુલોથી સજાવેલી પાલખી સાથે પ્રભાત ફેરી મુખ્ય બજારમાથી કાઢવામાં આવતા સતનામ વાહેગુરુના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ ત્યારબાદ સાંજે લોહાણા મહાજન વાડી ખાતે સત્સંગ કિર્તન સુખમણી સાહેબ પાઠ અરદાસ મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો તેમજ રાત્રે નાના બાળકોના હસ્તે કેક કાપી ભવ્ય આતશબાજી સાથે ભક્તિભાવથી ઉજવણી કરાઈ.
સમગ્ર ઉજવણીને સફળ બનાવવા માંગરોળ સિંધી સમાજના પ્રમુખ નાનકરામ સોમૈયા,ઉપપ્રમુખ અશોકભાઈ ક્રિષ્નાણી, સમસ્ત સિંધી નવયુવક મંડળના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી સહીત આગેવાનો દ્વારા સુંદર આયોજન કરી સમસ્ત સિંધી સમાજના પરિવારોના ભાઈઓ બહેનો વડીલો સાથે ખુબજ હર્ષોઉલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરાઈ હતી…
રીપોર્ટર:વિનુભાઇ મેસવાણીયા માંગરોળ.

