પ્રાકૃતિક ખેતી અને રાજ્યની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિષય પરત્વે લોકોની સુખાકારી વધે તે માટે સાંસ્કૃતિક લોકડાયરાનું અમરેલી જિલ્લા માહિતી કચેરી તરફથી આયોજન કરવામાં આવે આવેલ તે મુજબ લોકસાહિત્ય સેતુના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ જોશી અને તેમના કલાકારોને ટીમ દ્વારા અમરેલી તાલુકાના વાંકીયા ગામમાં પ્રાથમિક શાળામાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ ગ્રામ લોકો સરપંચ શ્રી, ગ્રામ પંચાયતના મંત્રીશ્રી, તેમજ ગ્રામ્ય આગેવાનો તરફથી ઉત્તમ સહયોગ પ્રાપ્ત થયો જેના કારણે સાંસ્કૃતિક કાર્યક્રમ લોકોએ મન ભરીને માણ્યો કલાકારો સર્વશ્રી રમેશભાઈ વાઘેલા તેમજ ઉર્વશીબેન બારોટ દ્વારા લોક સાહિત્ય, લોકગીતો, આરોગ્ય સુખાકારી ,તેમજ વિવિધ યોજનાઓ વિશે ગીતો અને વાતો રજૂ કરી સૌના પ્રિય બન્યા. લોકડાયરાનો રાત્રિનો સમય ઠંડીમાં કેમ પસાર થયો તે લોકસાહિત્યની વાતોમાં તરબોળ બનેલ મહાનુભાવોને ખબર પણ ન પડી
બિપીન પાંધી

