Gujarat

અબોલ પશુઓ માટે સેવા રૂપ શ્રેષ્ઠ ઉદાહરણ એવું ફરતું પશુ દવાખાનું

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મઢડા ગામ માં દસ ગામ દીઠ ફરતાં પશુ દવાખાના એનિમલ એમબુલન્સ 1962 દ્વારા નવનીત ભાઈ ના વાછરડા ને પગ મા થયેલ ફ્રેક્ચર નું ઓપરેશન કરી પીડામુક્ત કરી જીવ બચાવવામાં આવ્યો.

રાજ્ય પશુ પાલન વિભાગ ના સહયોગ થી ચાલતી અને અમરેલી ની સંજીવની ગણાતી એવી EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ વાછરડા માટે સંજીવની સાબિત થઇ છે. માહિતી અનુસાર મઢડામાં નવનીતભાઈના વાછરડા ને અકસ્માત નડતા આગળનાં પગ મા ફ્રેક્ચર થયુ હતું, તે કેસ મળતાની સાથે તારીખ 15/11/2024 દસ ગામ દીઠ ફરતાં પશુ દવાખાનાના વીજપડી એનિમલ એમ્બ્યુલન્સ ના કર્મચારીઓ તુરંત ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરતા ઓપરેશન ની જરૂર જણાતા દસ ગામ દીઠ ફરતાં પશુ દવાખાના વીજપડી ના વેટનરી ડોક્ટર નિમેષ કમલેશભાઈ ત્રિવેદી અને પાયલોટ કમ ડ્રેસર રાહુલભાઈ પરમાર દ્વારા ખૂબ જ સાવચેતીપૂર્વક અને સતર્કતાથી ઓપરેશન અને સારવાર કરી છેવટે બે કલાક થી પણ વધારે સમયની મહેનત બાદ ફ્રેક્ચર નું સફળાપૂર્વક ઓપરેશન કરી વાછરડા ને પિડામુક્ત કરી હતી આમ, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનાં વીજપડી દસ ગામ દીઠ ફરતાં પશુ દવાખાના એનિમલ એમ્બ્યુલન્સ ના કર્મચારીઓ દ્વારા સફળતાપૂર્વક અબોલ પશુનો જીવ બચાવવામાં આવ્યો હતો

તેમજ ખૂબ જ સારું સેવાનું કામ કરવામાં આવ્યું હતુ, અમરેલી જિલ્લાનાં પ્રોગ્રામ મેનેજર ડો.ગુરુરાજ મેનકુડાલે સાહેબ અને જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર સુનિલ લીંબાણી દ્વારા અમરેલી જિલ્લા તમામ લોકો ને ખાસ વિનંતી કરવામાં આવે છે કે કોઈપણ જીવ બીન માલિકી નો હોય અને કોઈપણ તકલીફથી પીડાત હોય તો તુરંત જ 1962 મા કોલ કરી એનિમલ એમ્બ્યુલન્સ બોલાવી અબોલ પશુ પક્ષીઓના જીવ બચાવવાના અભિયાનમાં સેવા રૂપ થવું.

રિપોર્ટ.. વિપુલ મકવાણા અમરેલી