સા વરકુંડલામાં જેસર રોડ પર આવેલ ગુરૂકૂળ પ્રાથમિક શાળાના સત્રના પ્રારંભે શાળાના બાળકના જન્મદિવસ હોય સૌએ સાથે મળીને જન્મદિવસની ઉજવણી ભારે ઉત્સાહભેર કરી.
શાળાના આચાર્ય ગિરીશભાઇ વ્યાસ સમેત તમામ કર્મચારીઓ દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી તો સંતોએ પણ જન્મદિવસની નિમિત્તે શુભાશિષ પાઠવ્યા
આજથી દિવાળી વેકેશન પૂરું થતાં બાળકોની કિલકારીઓથી શાળાઓ ગુંજી ઊઠી.સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં આજથી દિવાળી વેકેશન પૂર્ણ થતાં ફરી શૈક્ષણિક કાર્ય ચાલુ થયું. રજાની મજા માણ્યા બાદ વિદ્યાર્થીઓ ફરીથી સ્કૂલભેગ અને પુસ્તકો વચ્ચે વ્યસ્ત થઈ ગયાં. આમ દિવાળી વેકેશન પૂર્ણ થતાં બીજા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થયો.
આગામી ડિસેમ્બર મહિનામાં ઘણી શાળાઓમાં રમતોત્સવ અને પ્રવાસના આયોજનો પણ થશે. આ ઉપરાંત શાળાઓમાં પ્રવાસ માટેની શિક્ષણ વિભાગ દ્વારા છૂટ આપવામાં આવતા ઘણી શાળાઓ દ્વારા નવેમ્બર ડિસેમ્બરમાં પ્રવાસના આયોજનો પણ થશે
બિપીન પાંધી

