મોરબીમાં સિરામિક કારખાનું ધારવતા યુવાનની સાથે ભેજાબાજ શખ્સે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર તરીકેની ઓળખ આપીને વ્હોટસએપમાં મેસેઝ કર્યો હતો. ત્યાર બાદ યુવાનને વિશ્વાસમાં લઈને તેની પાસેથી ડીલરને એડવાન્સ પેમેન્ટ તરીકે 98 લાખ આપવાનું કહેવામાં આવ્યું હતું.
જેથી કરીને યુવાને પેમેન્ટ કરી આપ્યું હતું ત્યાર બાદ જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે મેં કોઈ મેસેજ કરેલ નથી. જેથી યુવ સિરામિક ઉદ્યોગાકાર સાથે 98 લાખની છેતરપિંડી કરવામાં આવેલ છે. જેથી કરીને યુવાને જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબીના આલાપ રોડ શીવશકિત પાર્ક આસોપાલવ એપાર્ટમેન્ટમાં રહેતા અને સિરામિક કારખાનું ધારવતા કેતન પ્રભુલાલ દલસાણીયા (ઉ.38)એ હાલમાં મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં મોબાઇલ નં.ના ધારક તથા યુકો બેંક એકાઉન્ટના ખાતા ધારક સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે.
જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 19/11/24ના રોજ ફરિયાદી મોરબી નજીક આવેલ તેના કોરલ ગોલ્ડ ટાઇલ્સ પ્રા.લી કારખાનની ઓફીસે હતા. ત્યારે આરોપીએ વ્હોટશએપ નં. ઉપરથી ફરિયાદીને વ્હોટસએપમાં મેસેઝ કર્યો હતો અને તેણે પોતે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાક તરીકે પોતાની ઓળખ આપી હતી અને ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો અને ફરિયાદી અવારનવાર વ્હોટસએપ ચેટ દ્રારા જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાક સાથે નાણાકીય વ્યહવાર કરતા હોય ફરિયાદીને જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર તરીકે ઓળખ આપનાર શરત ચાંડાકે યુકો બેંક એકાઉન્ટ નંબરમાં ફરિયાદીને ડીલરને એડવાન્સ પેમેન્ટ તરીકે 98 લાખ મોકલી આપવા ચેટથી વાત કરેલ હતી.

