Gujarat

લાઠી – બાબરાના પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની જુનાગઢ મહાનગરપાલિકાના પ્રભારી તરીકે નિમણૂક.

લાઠી – બાબરાના પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની જુનાગઢ મહાનગરપાલિકાના પ્રભારી તરીકે નિમણૂક.
પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને રહીમભાઈ વોરા સહિતના ત્રણ આગેવાનોની પ્રદેશ કોંગ્રેસ દ્વારા નિમણૂક કરાતાં જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
જૂનાગઢ મહાનગરપાલિકા ની આગમી દિવસોમાં યોજાનાર ચૂંટણીને અનુલક્ષીને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા જુનાગઢ મહાનગરપાલિકા ના પ્રભારી તરીકે સૌરાષ્ટ્ર ના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓની નિમણૂક કરવામાં આવી છે.જેમાં લાઠી – બાબરાના પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર,પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ,અને રહીમભાઈ વોરાની પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવતા ગુજરાત અને સૌરાષ્ટ્ર ના પ્રદેશ કોંગ્રેસ ના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા નિમણુંક ને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.
પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જણાવ્યું હતું કે પ્રદેશ કોંગ્રેસ ના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સૂચના અનુસાર પ્રદેશ કોંગ્રેસ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા ના પ્રભારી તરીકે અમારી નિમણૂક કરવામાં આવી છે. અને તા ૧૪/૧૨ ના રોજ જૂનાગઢ શહેર નો પ્રવાસ કરવાના છીએ અને જૂનાગઢ નગરપાલિકા માં કોંગ્રેસ કેવી રીતે વિજય પ્રાપ્ત કરે તે દિશામાં કામ કરવામાં આવશે તેમ અમારા પ્રતિનિધિ અતુલ શુક્લાને જણાવ્યું હતુ. ( અતુલ શુક્લ દામનગર. )

IMG-20241213-WA0054.jpg