Gujarat

ઉત્સવ સ્પર્ધાકલામાં શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલની સિધ્ધિ

ઉત્સવ સ્પર્ધાકલામાં શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલની સિધ્ધિ

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીની બહેન તારીખ : 02/12 /2024 ના રોજ “ગરવી ગુજરાત” થીમ આધારિત જીલ્લા કક્ષા કલા ઉત્સવ હેઠળ વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયેલ હતું. જેમાં એસ.વી દોશી ગર્લ્સ હાઈસ્કૂલ શાળા ની વિધાર્થીની બહેન પંડયા શ્રેયા ધર્મેશભાઈ એ સમગ્ર જીલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાનું અને પોતાના પરિવાર નું ગૌરવ વધારેલ છે. આગામી ઝોન કક્ષા “કલા ઉત્સવ” તાલીમ ભવન – જુનાગઢ ખાતે તારીખ – *17/12/2024* ના રોજ ભાગ લેવા જશે. તૈયારી કરાવનાર પ્રિન્સિપાલ શ્રી ઉષાબેન તેરૈયા, સુપરવાઇઝર નીતાબેન ત્રિવેદી,તેમજ શિક્ષક શ્રી લાલજીભાઈ રાઠોડે ભારે જહેમત ઉઠાવી હતી.
નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ અને શાળા પરિવારે ખૂબ – ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.

IMG-20241213-WA0056-0.jpg IMG-20241213-WA0055-1.jpg