ગુજરાતના રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા આજે રાજકોટ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. આજે તેઓ બપોરે લેઉવા પટેલના આસ્થા કેન્દ્ર ખોલડધામ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. તેઓએ મા ખોડલના દર્શન કર્યા હતા. બ્રિજેશ મેરજાએ પોતના નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંભવિત એમીક્રોનની પરિસ્થિતિ આવી રહી છે તેમાંથી મા ખોડિયાર બચાવે. આજે રાજકીય વાઘા દૂર રાખી માના દર્શન કરવા આવ્યો છું.
વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઇને જિલ્લા તંત્ર દ્વારા પુરતી તૈયારી કરી છે. ભરતસિંહે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને કોંગ્રેસમાં જોડવાવા આમંત્રણ આપ્યું તે બાબતે જણાવ્યું હતું કે, નરેશ પટેલ અમારા સમાજના માનનીય નેતા અને આગેવાન છે અને રહેશે.
સાથે સાથે આવી રહેલી વાઇબ્રન્ટ સમિટ અંગે સરકાર દ્વારા તૈયારી થઈ રહી છે અને સરકાર દ્વારા બિઝનેસમેનોને આમંત્રણ આપવા સાથે નવા નવા MOU કરવામાં આવી રહ્યા છે.
જ્યારે ITIના પ્રોફેસરોની બદલીને લઇને જણાવ્યું હતું કે, સરકારી બદલીઓ તે એક સરકારી પ્રક્રિયા છે અને તે કાયદેસર રીતે ચાલતી હોય છે.
કોંગ્રેસના નેતા ભરતસિંહએ જે નિવેદન આપ્યં હતું કે કંગના રનૌતને જે પદ્મશ્રી એવોર્ડ આપ્યો તે નરેશ પટેલેને મળવો જોઈએ તે બાબતે કહ્યું હતું કે, અમે આવા કોઈ રાજકીય અવલોકન કરવા માગતા નથી.
વધુમાં જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતોની ચૂંટણી નજીક હોય ત્યારે સરકાર દ્વારા વધુમાં વધુ ગ્રામ પંચાયતોમાં સ્નેહ ફરી વાતાવરણ રહે તે માટે સરકાર સમરસ ગ્રામ પંચાયતોને પુરસ્કૃત કરીને ગામના કામો થાઈ તેવું ઈચ્છી રહ્યા છીએ
હરેશ ભાલીયા જેતપુર


