Delhi

કાનપુરમાં ડોક્ટરે પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરી

નવી દિલ્હી
કાનપુરના કલ્યાણપુરના એક ફ્લેટમાં રહેતા ડોક્ટર સુશીલ કુમારે કોરોનાના કારણે ડિપ્રેશનમાં આવીને તેની પત્ની ચંદ્રપ્રભા, પુત્ર અને પુત્રીની હત્યા કરી નાખી હતી. ડોક્ટરે એક ડાયરીમાં લખ્યું હતુઃ હવે મૃતદેહો નથી ગણવા, ઓમિક્રોન કોઈને પણ છોડશે નહીં. એના દુઃખમાંથી મુક્તિ આપવવા હું આ કરી રહ્યો છું. હત્યા કર્યા પછી ડોક્ટરે તેના ભાઈને ટેક્સ્ટ મેસેજમાં આ ઘટનાની જાણકારી આપી હતી. ડોક્ટરનો ભાઈ ફ્લેટે પહોંચ્યો ત્યારે તેણે ત્રણ મૃતદેહો જાેયા હતા અને પોલીસને ઘટનાની જાણકારી આપી હતી. ડોક્ટર સુશીલ કુમાર આ ઘટના પછી ફરાર થઈ ગયો હતો. એ એક ખાનગી મેડિકલ કોલેજમાં ફોરેન્સિલ વિભાગનો વડો છે. તેના આ કૃત્યથી આખાય કાનપુર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. પત્ની ચંદ્રપ્રભાને મારવા માટે ડોક્ટરે હથોડાનો ઉપયોગ કર્યો હતો. તેનું માથું કચડીને તેની હત્યા કરી હતી. પુત્ર અને પુત્રીનું ગળું દબાવીને તેમને ગૂંગળાવી નાખ્યા હતા. પોલીસે એવી શંકા વ્યક્ત કરી હતી કે હત્યા પછી ડોક્ટરે પણ એવું કંઈક પગલું ભર્યું હોવાની પૂરી શક્યતા છે. તેની ડાયરી પરથી જણાયું કે તે કોરોનાના કારણે ડિપ્રેશનમાં હતો. તેનો મોબાઈલ બંધ હોવાથી પોલીસે છેલ્લાં લોકેશનના આધારે તપાસ શરૂ કરી છે.કાનપુરમાં કોરોનાથી ડિપ્રેશનનો શિકાર બનેલા એક ડોક્ટરે પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી. આરોપી ડોક્ટરની પોલીસે શોધખોળ શરૃ કરી હતી.

Murdered-corpse-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *