Gujarat

દાત્રાણા ગામમાં ગ્રામજનોએ ચુંટણી પહેલા જ સર્વાનુમતે વિજેતા જાહેર કર્યા

પાટણ
સાતલપુર દાત્રાણા ગામે ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઈ રહી હોય ગામમાં સરપંચ અને સભ્યોના ઉમેદવારી ફોર્મ ભરવાના બદલે સમગ્ર ગામ એકસાથે મળી ગામમાં ભાવવધારાની ભાવના સાથે ગામના સરપંચ અને સભ્યોના નામ નક્કી કરી કરવાનું તેમને ગ્રામ પંચાયતની સત્તા સોંપવા માટેનો ર્નિણય લઇ સમરસ ગ્રામ પંચાયત બનાવવામાં આવી હતી. શનિવારે તાલુકા પંચાયત ખાતે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોના ઉમેદવારીના બિન હરીફ ફોર્મ ભરવામાં આવ્યા હતા. દાત્રાણા ગામ પંચાયતની બોડીમાં સરપંચ પદે જીવણભાઇ સવાભાઇ આહીર, સભ્ય પદ પર વોર્ડ નંબર એકમાં બાયાબેન મહાદેવભાઇ આહીર, વોર્ડ બેમાં વિરમભાઇ હરદાસભાઇ આહીર, વોર્ડ ત્રણમાં જીવણભાઇ દેવાયતભાઇ આહીર, વોર્ડ ચારમાં બાઉબેન દેવાયતભાઇ આહીર, વોર્ડ નંબર પાંચમાં કોળી બાઉબેન નારણભાઇ, વોર્ડ છ કકુબેન પાતાભાઇ આહીર, વોર્ડ નંબર સાતમા પરમાર ભરતભાઇ કરમણભાઇ, વોર્ડ નંબર આઠમા આહીર ખોડાભાઇ રામભાઇ મળી સંપુર્ણ પંચાયત ગામની સહમતીથી બિન હરીફ જાહેર થતા સમગ્ર ટીમના ગામના આગેવાનો અને લોકો દ્વારા શુભેચ્છાઓ આપી આનંદની લાગણી વ્યક્ત કરી હતી.પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ગામમાં ભાઈચારાની ભાવના વધે અને ગામનો વિકાસ થાય તેવા આશયથી સમરસ ગ્રામ પંચાયત બનાવવામાં આવી રહી છે. ત્યારે સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામે પણ ગ્રામજનો સાથે મળીને ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે જ સરપંચ અને આઠ સભ્યોની આ સમગ્ર બોડીને સમર્થ વિજેતા જાહેર કરી સમરસ ગ્રામ પંચાયત જાહેર કરી હતી.

Made-the-members-winners-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *