Gujarat

રાણપુર શહેર તેમજ તાલુકા ગ્રામ્ય ભાજપ પ્રમુખની વરણી કરાઈ

રાણપુર શહેર તેમજ તાલુકા ગ્રામ્ય ભાજપ પ્રમુખની વરણી કરાઈ

બોટાદ જિલ્લા ભાજપ દ્વારા રાણપુર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે રાણપુર કોળી સમાજ અને યુવા અગ્રણી અને ભાજપના સનિષ્ઠ કાર્યકર મનસુખભાઈ રસિકભાઈ મેર નિમણુક જાહેર કરાઈ હતી તેમજ તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા ભાજપ પ્રમુખ તરીકે યુવા આગેવાન રાણપુર તાલુકા ગ્રામ્ય ભાજપના સનિષ્ઠ કાર્યકર હરપાલસિંહ રઉભા ઝાલા નિમણૂક જાહેર કરવામાં આવી હતી. રાણપુર શહેર પ્રમુખ તેમજ રાણપુર તાલુકા ગ્રામ્ય ભાજપ પ્રમુખની વરણી કરવામાં આવતા રાણપુર શહેર તેમજ તાલુકા ભાજપના કાર્યકરો આગેવાનો અને હોદ્દેદારો દ્વારા આ બંને પ્રમુખોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી..

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

IMG-20241231-WA0073.jpg