રાણપુર શહેરમાં ખુશ્બુ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ઢીચણના દુખાવા માટે નિદાન કેમ્પ યોજાયો….
તમામ દર્દીઓને વિનામૂલ્યે એક્સ-રે,દવાઓ અને તપાસ કરવામાં આવી…
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ખુશ્બુ હોસ્પિટલ ખાતે ઢીંચણના રોગો માટે વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાયો.અર્પણ ફાઉન્ડેશનના સહયોગથી વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડ્રોમા એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો.પ્રતિક વિંછી એ દર્દીઓનું સચોટ નિદાન કર્યુ હતુ.રાણપુરના જાણીતા ડોક્ટર ધારાબેન ત્રિવેદી તેમજ ડોક્ટર ચંન્દ્રેશભાઈ ત્રિવેદી દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પની અંદર ઢીંચણ,થાપા,કમરના દર્દીઓને વિનામૂલ્યે એક્સ-રે પાડીને તપાસ કરવામાં આવી હતી તેમજ દર્દીઓને વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવી હતી.અર્પણ ફાઉન્ડેશનના પ્રમુખ ભીખાભાઈ એમ ઝગાણીયા ના સહયોગ થઈ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પની અંદર 170 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.અત્રેઉલ્લેખનીય છે કે ખુશ્બુ હોસ્પિટલ ખાતે યોજાયેલ આ વિનામૂલ્યે ઢીંચણના નિદાન માટેના કેમ્પ ની અંદર તમામ દર્દીઓને વિનામૂલ્ય તપાસ કરી વિનામૂલ્ય એક્સ-રે પાડી જરૂરિયાતવાળા તમામ દર્દીઓને મફતમાં દવાઓ આપવામાં આવી હતી આ કેમ્પને સફળ બનાવવા માટે કલ્પેશભાઈ વ્યાસ,અલ્તાફભાઈ માંકડ,સિફાબેન અને સુનિલભાઈ એ ભારે જહેમત ઉઠાવી હતી…
તસવીર:વિપુલ લુહાર,રાણપુર