Maharashtra

કેટરિના-વિકીના હેલિકોપ્ટરમાં બેસી બન્ને લગ્નસ્થળે આવશે

મુંબઇ
લગ્ન સમારોહમાં સંગીત સંધ્યા સાતમી ડિસેમ્બરે યોજાશે અને બીજા દિવસે ‘મહેંદી સેરિમની’ યોજાશે. લગ્ન નવમી ડિસેમ્બરે થશે અને એ પછી દશમી ડિસેમ્બરે ગ્રાન્ડ રિસેપ્શન રખાશે.અત્યારે તો કેટરિના અને વિકી કૌશલના ફેન્સ તો તેમના લગ્નની જાણકારી મેળવવા આતુર છે.વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આ બન્ને કલાકારો નવમી ડિસેમ્બરે રાજસ્થાનની સવાઈ માધોપુરમાં સિક સેન્સિસ ફોર્ટ બરવારામાં લગ્ન કરશે, જે અંગેની તમામ તૈયારીને આખરી સ્પર્શ આપવામાં આવી રહ્યો છે. આ સમારોહમાં બોલીવૂડની ટોચની ૧૨૦ સેલિબ્રિટીઝ ઉપસ્થિત એ એવી ગણતરી માંડવામાં આવી છે. લગ્ન સમારોહમાં હાજર રહેનારાએ કોરોના-૧૯ના તમામ પ્રોટોકોલ્સ સખતાઈથી પાળવા પડશે અને લગ્નમાં વેક્સિનનો ડબલ ડોઝ લીધો હોય છે. સેલિબ્રિટીને પ્રવેશ આપવામાં આવશે, એવા આદેશો સવાઈ માધોપુરના જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કિશન બહાર પાડયા હોવાની જાણકારી મળી છે. ઓર્ગેનાઇઝરોએ આપેલી માહિતી મુજબ ૧૨૦ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને લગ્નની વિધિઓ સાતમી ડિસેમ્બરથી દશમી ડિસેમ્બર દરમિયાન યોજાશે. લગ્નમાં હાજરી આપવા માટેના લગ્ન સમારોહને સંપૂર્ણ રીતે ગોપનીય રાખવામાં આવ્યું છે અને આ માટે ગુપ્ત કોડ આપવામાં આવશે. વિકી અને કેટરિના હેલિકોપ્ટરમાં બેસીને લગ્ન સ્થળે પહોંચશે. આ બધી હલચલ વચ્ચે કેટરિનાની ખાસ મિત્ર સલમાન ખાનની બહેન અર્પિતા ખાને એ સમાચારને રદિયો આપ્યો છે કે તેના પરિવારને આમંત્રણ નથી મળ્યું. ભવ્ય હોટેલમાં વરરાજા અને નવવધુ માટે વિશેષ સ્યુટ બુક કરવામાં આવ્યો છે. વિકી રાજા માનસિંહ સ્યુટમાં રહેશે અને કેટરિના કૈફ રાણી પદ્માવતી સ્યુટમાં રહેશે . આ સ્યુટની એક રાતના રૃા. સાત-સાત લાખ થશે. આ સ્યુટમાં ખાનગી સ્વિમિંગ પુલ અને બગીચાઓ જાેડાયેલા હશે.

Vicky-and-Katerina-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *