Maharashtra

અભિનેત્રી માહી ગિલ ટુંક સમયમાં લગ્ન કરશે

મુંબઇ
ઘણાં કલાકારોને સોશ્યલ મીડિયાના બહોળા ઉપયોગને કારણે કામ મળી રહ્યું છે. તેથી એમ માનવામાં આવે છે કે તમારી આવડત કરતાં તમારા પ્રશંસકોની સંખ્યા કામ મેળવવામાં વધુ ખપ લાગે છે. પરંતુ માહી આ વાત નથી માનતી. તે કહે છે કે ના,જે લોકો સોશ્યલ મીડિયા પર ઝાઝું નથી દેખાતા તેમને પણ કામ તો મળી જ રહ્યું છે. તે પોતાના કામ વિશે કહે છે કે મેં મહામારીના સમયમાં મારા શો ‘યોર ઓનર -૨’નું શૂટિંગ કર્યું હતું. અને જ્યારે કોરોના ટોચ પર હતો ત્યારે અન્ય અન્ય પ્રોજેક્ટ્‌સ કરી રહી હતી. હા, જ્યારે સંપૂર્ણ તાળાબંધી લાગૂ કરવામાં આવી ત્યારે મેં મારી પુત્રી સાથે માતબર સમય વિતાવ્યો હતો. અભિનેત્રી માહી ગિલ દરેક બાબબતમાં પોતાની મનમાની કરવા જાણીતી છે. ચાહે તે ફિલ્મોની પસંદગી હોય કે પછી વ્યક્તિગત જીવન. હાલના તબક્કે તે તેના પુરુષ મિત્ર સાથે લિવ-ઇન રિલેશનશીપમાં છે. જાેકે તે કોણ છે તેની કોઇને નથી ખબર. પરંતુ સાડાચાર વર્ષની પુત્રીની માતા માહીએ તાજેતરમાં એવો ઇશારો આપ્યો હતો કે તે ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાઇ જવાની છે. અદાકારાએ કહ્યું હતું કે હું બહુ જલદી લગ્ન કરી લેવાની છું.અને તેના ફોટા પણ હું ચોક્કસપણે સોશ્યલ મીડિયા પર મૂકીશ. વાસ્તવમાં ૪૫ વર્ષીય માહી સોશ્યલ મીડિયાનો બહુ ઓછો ઉપયોગ કરે છે. તે ફિલ્મોની પાર્ટીઓમાં જવાનું પણ પસંદ નથી કરતી. આનું કારણ આપતાં માહી કહે છે કે વારંવાર જાહેરમાં દેખાવાથી પેદા થતાં અતિરેકથીે તે સભાન છે. વધુમાં કહે છે કે હું ઇન્સ્ટાગ્રામનો પણ ભાગ્યે જ ઉપયોગ કરું છું. લોકોને એ જાણવામાં રસ હોય છે કે મારા જીવનમાં શું ચાલી રહ્યું છે. આમ છતાં હું એટલું ચોક્કસ કહીશ કે મને બધી વાતો જાહેર કરવાનું પસંદ નથી.

Mahi-Gil-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *