તાજેતરમાં સાવરકુંડલામાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ધ્યેય બાળકો અને યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધે અને મોબાઈલના દુષણથી દુર રહે તેવા અભિગમથી આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ રમતોનું આયોજન થયું જેમકે વન મિનિટ, લીંબુ ચમચી,સંગીત ખુરશી,રસ્સા ખેંચ, ચિઠ્ઠી ઉપાડ વગેરે રમતો આ રમતોત્સવની અંદર રમાડવામાં આવી હતી. આ અર્ધ દિવસીય કાર્યક્રમ માં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર વિજેતાને સરસ મજાના ઇનામ પણ આપવામાં આવ્યા હતા.
તેમજ જે બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો તેઓને પણ પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવ્યા હતા. અલગ અલગ સ્પર્ધાઓમાં જે બાળકોના પ્રથમ નંબર આવેલ તેમાં અધ્યાપન મંદિરના અધ્યાપક ડોક્ટર રવિભાઈ મહેતાની દીકરી સર્વેશ્વર રવિભાઈ મહેતા તેનો લીંબુ ચમચીમાં અને વન મિનિટમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો તેમજ નિયતિ રવિભાઈ મહેતા તેમણે પણ યોગ્ય પર્ફોર્મન્સ આપ્યું હતું. આ રીતે સરસ મજાના કાર્યક્રમના અંતે સૌ જ્ઞાતિબંધુઓ સ્વરુચિ ભોજન કરી છુટા પડ્યા હતાં.એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી સાવરકુંડલા

