Gujarat

પાટણની ધી.બોમ્બે મેટલ પ્રાથમિક શાળાના બાળકો કલાકુંભ માં ઝળક્યા

બાળકો ની સિદ્ધિ અને શાળાનું ગૌરવ વધારવા બદલ શાળા સંચાલકોએ શુભેચ્છાઓ પાઠવી.
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય- કલા, સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ઉભી થાય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવનાર અલગ અલગ વયજૂથના કલા
પ્રેમીઓ રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી રાજ્યમાં કલામહાકુંભનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે.
જેના ભાગ રૂપે પાટણની આદર્શ શાળામાં યોજાયેલ કલામહાકુંભ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટણની ધી. બોમ્બે મેટલ શાળાના 33 બાળકોએ લોક નૃત્ય, ગરબો એક પાત્રીય અભિનય અને નિબંધ લેખન સ્પર્શમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો  અને તેમાંથી  શાળા વિધાર્થીઓએ  લોક નૃત્યમાં પ્રથમ નંબર, ગરબો ,એક પાત્રીય અભિનયમાં દ્રિતીય નંબર  અને નિબંધ લેખન માં તૃતીય નંબર મેળવી શાળાનું ગૌરવ  વધારતા શાળા સંચાલક મંડળ અને શાળા પરિવાર તરફથી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
રિપોર્ટર. અનિલ રામાનુજ રાધનપુર,પાટણ