જેતપુરપાવી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૦૫/૧૨/૨૦૨૪ના રોજ નારવાણીયા નવી ચૂલી ફળિયું, તા.જેતપુરપાવી જિ. છોટાઉદેપુર ખાતે રહેતા કેતનભાઈ વજેસિંગભાઈ રાઠવાની બહેન વર્ષાબેન વરશનભાઈ રાઠવા અને તેમનો ભાણિયો શિવાંસ વરશનભાઈ રાઠવા જેઓ કદલાવ દવાખાને શિવાંસની દવા લેવા જાઉં છુ કહી ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે. જેમની ઉંમર ૨૪ અને ભાણીયની ઉ.૨ વર્ષ નઈ ૩ મહીના છે. જેઓ શરીરે પાતળા બાંધાના રંગે ઘઉંવર્ણ છે.

જેમની ઉંચાઈ આશરે ૫ ફૂટ છે. જેણે શરીરે લીલી સાદી, લાલ ચણિયો અને ગળામાં મંગળસૂત્ર પહેરેલ સાથે શિવાંસ શરીરે પાતળા બાંધા, રંગે ઘઉં વર્ણ ઉચાઇ ૧ ફૂટ છે. જેણે શરીરે ભૂરા કલરનું ટૂંકીબાઈનું શર્ટ, કમરે જીન્સનું પેન્ટ પહેરેલ હતું. હાથમાં ચાંદીનુ પાતળું ભોરીયું પહેરેલ છે. જે કોઈને મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા જેતપુરપાવી પોલીસ સ્ટેશનનો સંપર્ક મો.નં.૭૪૩૩૯૭૫૯૩૬ પર સંપર્ક કરવા વિનંતી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

