Gujarat

છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામે સામાજિક બેઠકનું આયોજન કરાયું હતું,સામાજિક આગેવાન અને જિલ્લા ભાજપ યુવા નેતા ઉપસ્થિત રહ્યા હતા

છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામે સામાજિક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં સામાજિક આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને જિલ્લા ભાજપના યુવા નેતા અને સામાજિક આગેવાન સંગ્રામસિંહ જશુભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકની અંદર લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ અને સામાજિક દુષણો કેવી રીતે દૂર થઈ શકે તે માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર