Sports

હાર્દિક પંડ્યાને તેના સ્લો-ઓવર રેટના કારણે તેને એક મેચ ના રમવા પર પ્રતિબંધ લાગ્યો

હાર્દિક પંડ્યા પર એક મેચનો પ્રતિબંધ લાગ્યો, આઈપીએલ ૨૦૨૫ની પહેલી મેચ નહીં રમે

IPL 2025ની પ્રથમ મેચમાં હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરતો જાેવા મળશે નહીં. હાર્દિક પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ ક્યા કારણોસર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આઈપીએલ ૨૦૨૪માં મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી ખરાબ સીઝન રહી હતી.

હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને રહી હતી. ટીમ ૧૦માંથી ૪ મેચ જીતવામાં સફળ રહી હતી. એવું પણ લાગી રહ્યું છે કે, આઈપીએલ ૨૦૨૫માં પણ ટીમની શરુઆત સારી રહેશે નહિ. ૧૩ માર્ચથી શરુ થનાર આઈપીએલ ૨૦૨૫ પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમને એક ઝટકો લાગ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા વગર ટીમ મેદાનમાં ઉતરશે. કારણ કે, હાર્દિક પંડ્યા ઉપર સ્લો-ઓવર રેટના કારણે એક મેચ પર પ્રતિબંધ લાગ્યો છે.

જેના કારણે તે આઈપીએલની પહેલી મેચ રમશે નહિ. નિર્ધારિત સમયમાં ઓવર પૂરી ન કરવા બદલ મ્ઝ્રઝ્રૈં હવે કેપ્ટન અને ખેલાડીઓ સામે કડક કાર્યવાહી કરે છે. પહેલી ભૂલ પર કેપ્ટનને ૧૨ લાખ રૂપિયાનો દંડ ભરવો પડે છે જ્યારે બીજી ભૂલ પર તે વધીને ૨૪ લાખ રૂપિયા થઈ જાય છે. જાે ત્રીજી વખત ઓવર રેટનું ઉલ્લંઘન થાય છે તો કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ અને ૩૦ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવે છે.

હાર્દિક પંડ્યાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ ૨૦૨૪માં લીગ મેચમાં લખનૌ સુપર જાયન્ટસ વિરુદ્ધ નિર્ધારિત ઓવર પૂર્ણ કરી નથી. આ કારણે આઈપીએલ ૨૦૨૪માં હાર્દિકની આ ત્રીજી ભૂલ હતી. જેના કારણે તેના પર પ્રતિબંધ લાગ્યો છે. તમને જણાવી દઈએ કે, મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ ૨૦૨૫ ઓક્શન પહેલા હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માને રિટેન કર્યા છે. હવે એવો પણ સવાલ થઈ રહ્યો છે કે, આઈપીએલ ૨૦૨૫ની પહેલી મેચમાં હાર્દિક પંડ્યા હાજર નહિ હોય તો તેની ગેરહાજરીમાં ટીમની કમાન કોણ સંભાળશે.