પાટણ એલસીબી પીઆઈ તરીકેના પ્રમોશન સાથે તાજેતરમાં જ નિયુક્ત થયેલા સૌરાષ્ટ્ર ના વતની અને પ્રજાપતિ સમાજના નવયુવાન તેમજ પાટણ એસઓજી પીઆઈ તરીકે પાટણ જિલ્લામાં પ્રશંસનીય ફરજ બજાવનાર રાકેશભાઈ ઉનાગર ની મંગળવારે પાટણ પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત પાટણ પ્રજાપતિ સમાજના આગેવાનોએ મુલાકાત લઈ સાલ અને બુકે તેમજ મોમેન્ટથી સન્માનિત કરી તેઓના પ્રમોશન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

પાટણ એલસીબી પીઆઇ તરીકેનું પ્રમોશન મેળવનાર રાકેશભાઈ ઉનાગર ની સાથે સાથે પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી પ્રમોદભાઈ પ્રજાપતિ,મંત્રી કલ્પેશભાઈ સાથે સમાજ સેવક યશપાલ સ્વામી અને સંજયભાઈ સ્વામી એ જિલ્લા પોલીસ વડા વી. કે.નાયી ની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
રિપોર્ટર. અનિલ રામાનુજ, રાધનપુર પાટણ

