હિત રક્ષક સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી યોગ્ય તપાસની માંગ કરી…
પાટણ જિલ્લાના હારીજ ખાતે હારીજ ખાખડી રોડ પર ૨૦૧૬/૧૭ માં વાલ્મિકી સમાજના સફાઈ કર્મીઓને સરકાર દ્વારા જમીન ફાળવણી કરી વડાપ્રધાન આવાસ યોજના હેઠળ કુલ ૪૨ મકાનો મંજૂર કરવામાં આવ્યા હતા. જે મકાનો ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તના તેમજ હલકું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાના આક્ષેપો સફાઈ કર્મીઓ દ્વારા કરવામાં આવ્યા હતા.આ વાતને ૭ વર્ષ જેટલો સમય વિતવા છતાં સફાઈ કર્મીઓ આજે પણ કાચા મકાનોમાં રહે છે.
સરકાર દ્વારા વડાપ્રધાન આવાસ યોજના હેઠળ બનાવેલા મકાનો ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે ગતરોજ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ વાલ્મિકી સમાજના સફાઈ કર્મીઓ સાથે પાટણ જિલ્લા કલેકટરને આવાસ યોજના હેઠળ બનાવેલા મકાનોમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેમજ અરજીમાં જણાવ્યા મુજબ નગરપાલિકાના સફાઈ કર્મીઓને ભ્રષ્ટાચાર કરનાર કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા નગરપાલિકા સફાઈ કર્મીઓને મકાનો બાબતે ક્યાંક રજૂઆત કરશો તો નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવશે તેવી તે સમય પૂર્વ નગરપાલિકા પ્રમુખના પતિ દ્વારા ધમકી આપી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ગતરોજ હારીજ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ સફાઈ કર્મીઓ દ્વારા પાટણ જિલ્લા કલેકટરની લેખિતમાં રજૂઆત કરવામાં આવતા હડતમ પહોંચી જવા પામ્યો છે સરકાર દ્વારા વડાપ્રધાન આવાસ યોજના હેઠળ વાલ્મિકી સફાઈ કર્મીઓને બનાવેલા મકાનો હાલ ખંડેર હાલતમાં બાવળની જાળીઓમાં અવાવરું હાલતમાં જોવા મળી રહ્યા છે જેને પગલે હિત રક્ષક સમિતિ દ્વારા મકાન બનાવનાર કોન્ટ્રાક્ટર સામે યોગ્ય તપાસ કરવામાં આવે ને લોકોને ન્યાય મળે જેને લઇ હિતરક્ષક સમિતિના જાગૃત વડીલ ભીખુજી દરબાર ,હાર્દિક ઠક્કર ,કિશોર વાઘેલા સહિત વાલ્મિકી સમાજના અરજદારોએ પાટણ કલેકટર કચેરી પહોંચી કલેક્ટરને આવેદન આપ્યું હતું.
રિપોર્ટ. અનિલ રામાનુજ, રાધનપુર પાટણ

