Gujarat

વિધાનસભા ના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના સન્માન સમારોહ પૂર્વે રાધનપુરમા વિરોધ નો વંટોળ

રાધનપુરને જિલ્લો જાહેર ના કરતાં કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર જગ્યાએ વિરોધના બેનર લગાવાયા
શહેરની વિવિધ જગ્યાએ પોસ્ટર લગાવાયા, વિધાનસભા અધ્યક્ષના આગમન પહેલાં પોસ્ટરવોર.
રાધનપુર જિલ્લો બનતા રોકવામાં આવ્યો હોય, રાધનપુરનો વિકાસ અટકાવ્યો હોય તેવા વિવિધ સૂત્રો સાથેના રાધનપુર શહેરના પ્રવેશ માર્ગથી લઈ મુખ્ય પ્રવેશ ગરનાળા અને કાર્યક્રમ તરફ જવાના રસ્તાઓ ઉપર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શિત કરતા બેનરો લગાડવામાં આવ્યા..
બનાસકાંઠા જિલ્લાની બનાસ બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી હોય બંને હોદ્દેદારો સાથે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી નો સમગ્ર પાટણ અને બનાસકાંઠા જિલ્લાના જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા સન્માન સમારોહનું મંગળવારે આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે સન્માન સમારોહ પૂર્વે જ સોમવારે સાંજે રાધનપુર જિલ્લો બનતા રોકવામાં આવ્યો હોય રાધનપુરનો વિકાસ અટકાવ્યો હોય તેવા વિવિધ સૂત્રો સાથેના રાધનપુર શહેરના પ્રવેશ માર્ગથી લઈ મુખ્ય પ્રવેશ ગરનાળા અને કાર્યક્રમ તરફ જવાના રસ્તાઓ ઉપર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શિત કરતા બેનરો લગાડવામાં આવ્યા હતા. શંકર ચૌધરીના સન્માન સમારોહ પૂર્વે શહેરમાં કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા બેનરો આડકતરી રીતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના વિરોધમાં લાગ્યા હોવાનો નિર્દેશ કર્યો હતો.
રાધનપુરને અલગ જિલ્લાનું સ્થાન ના મળતા રાજકીય ગરમાવા વચ્ચે રાધનપુરવાસીઓમાં વિરોધના શૂર:-
પાટણના રાધનપુરને અલગ જિલ્લાનું સ્થાન ના મળતા રાજકીય ગરમાવા વચ્ચે રાધનપુરવાસીઓમાં વિરોધના શૂર ઉઠવાની સાથે પોસ્ટર વોર શરૂ થવા પામ્યો છે. મંગળવારે રાધનપુરમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષપદે આયોજિત કાર્યક્રમ પૂર્વે રાધનપુરને જિલ્લાનો દરજજો મળે તે માટેના પોસ્ટર કોંગ્રેસ દ્વારા લગાવતાં રાધનપુરનું રાજકારણમાં આવી ફુલ ગુલાબી ઠંડીમાં ગરમાયું છે.
કોંગ્રેસે રાધનપુરને જિલ્લો ન બનાવીને ભાજપે અન્યાય કર્યાના ઠેરઠેર પોસ્ટર લગાવાયા છે. રાધનપુરને જિલ્લો જાહેર કરવાની માગ સાથે સાંતલપુર, રાધનપુર તેમજ સમી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાધનપુરની અનેક જગ્યાઓએ આવા પોસ્ટર લગાવીને વિરોધ કરાયો છે. મંગળવારે રાધનપુર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને આયોજિત કાર્યક્રમ પહેલા રાધનપુરનું સ્થાનિક રાજકારણ ગરમાયુ છે
રિપોર્ટર. અનિલ રામાનુજ રાધનપુર