સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સાવરકુંડલા શહેરનાં બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. એટલે તો રસ્તો બંધ છે એવું બોર્ડ લગાવવામાં આવેલ છે. આમ તો તોકતે વાવાઝોડું અને કમોસમી વરસાદ બાદ સાવરકુંડલા શહેરનાં મોટાભાગના જાહેર રસ્તાઓ પર મોટાં મોટાં ગાબડાંઓ પડી ગયા છે. આવી પરિસ્થિતિમાં છેલ્લાં ઘણાં સમયથી વર્તમાન પત્રોમાં પણ આ પરિસ્થિતિનો ચિતાર આપવામાં આવેલ હતો. લોકો પણ આ બિસ્માર હાલતમાં રહેલાં રસ્તાઓથી ભારે પરેશાની ભોગવી રહ્યા હતાં. અંતે તંત્રની આંખ ઉઘડી ખરી.. જો કે હવે ગ્રામપંચાયત અને વિધાનસભાની ચૂંટણીઓ પણ નજીક દેખાય રહી છે..!! પ્રશ્ર્ન હવે એ રહ્યો કે આ મરમ્મત કરેલાં જાહેર માર્ગોની હાલત ક્યાં સુધી સારી રહે છે.?? ઈશ્વરને પ્રાર્થના કરીએ કે જાહેર રસ્તાની જાળવણી સારી રીતે થાય..

