સા વરકુંડલા નગરપાલિકાની વોર્ડ નંબર ૩ માં એક ઉમેદવારની ખાલી પડેલ જગ્યા પર પેટા ચુંટણી આ માસમાં યોજાનારી હોય જે પડેલ ખાલી જગ્યા પર પેટા ચુંટણી વોર્ડ નંબર ૩ ના કોંગ્રેસ પક્ષ તરફથી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, તેમજ માજી કૃષિ મંત્રી ધીરૂભાઈ દુધવાળા તથા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી, સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ, તેમજ સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીની આગેવાની હેઠળ ચુંટણી અધિકારી-વ- પ્રાંત અધિકારીને ઉમેદવાર રમેશભાઈ જયાણીનું ઉમેદવારી ફોર્મ રજુ કરવામાં આવેલ જેમાં સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ તેમજ તમામ ફ્રન્ટનાં આગેવાનો, કાર્યકર્તા તેમજ પદાધિકારીઓ હાજર રહયા હતા અને રમેશભાઈ જયાણીને આ વોર્ડ નંબર ૩ માંથી વિજયભવઃનાં આશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવેલ હતી.
બિપીન પાંધી સાવરકુંડલા

