અમરેલી જિલ્લા આરટીઓ અને ૧૦૮ ટીમ અમરેલીના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસ – ૨૦૨૫ અંતર્ગત અમરેલી જિલ્લાના સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ૧૦૮ ઈમરજન્સી સેવા તથા અમરેલી આરટીઓ ઓફીસર શાહ સાહેબ, ટ્રાફિક પોલીસ ઓફિસર ગોહિલ સાહેબ તથા તેમની ટીમ સાથે મળી સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું તથા જેમાં ખેડૂત ભાઈઓ અને વેપારી ભાઈઓને ૧૦૮ની માહિતી આપી તેની ઉપયોગિતા વિશે માહિતી આપી તેમજ ત્યાં ઉપસ્થિત લોકો વચ્ચેથી એક લાભાર્થીએ ઇમરજન્સીમાં ૧૦૮ સેવાની ઉપયોગિતાનો પોતાનો ૧૦૮ સેવા વિશેનો ખુબ સારો એવો અનુભવ વ્યકત કર્યો હતો.

તેમજ ખાસ કરીને આ કાર્યક્રમ અંતર્ગત લોકોમાં વધુને વધુ માર્ગ સલામતી માટે જનજાગૃતિ લાવવા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સૂચનો કરાયા હતા તેમજ કોઈ પણ કટોકટીની પળોમાં ૧૦૮ નંબર પર કોલ કરી એમ્બ્યુલન્સ બોલાવી કોઈ પણ વ્યકિત ને કોઈ અકસ્માત કે દુર્ઘટના સર્જાય તેવામાં ૧૦૮ ઈમરજન્સી સેવાનો લાભ લેવા તથા આસપાસ કોઈ દુર્ઘટના સર્જાય તો ૧૦૮ નંબર પર કોલ કરી બીજાને પણ મદદ કરવા માટે અનુરોધ કર્યો હતો.
બિપીન પાંધી સાવરકુંડલા