Gujarat

રાજકોટ અલગ-અલગ સજાના વોરંટના બે આરોપીઓને પકડી કાર્યવાહી કરતી થોરાળા પોલીસ.

રાજકોટ અલગ-અલગ સજાના વોરંટના બે આરોપીઓને પકડી કાર્યવાહી કરતી થોરાળા પોલીસ.

રાજકોટ શહેર તા.૫/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં સજાના વોરંટના કામના નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના કરેલ હોય. જે અનુસંધાને P.I એન.જી.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના PSI એમ.એસ.મહેશ્વરી તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઇ અલગોતર, પ્રકાશભાઇ ચાવડા નાઓએ એન.ટી.કારીયા ની કોર્ટના અલગ-અલગ ફોજદારી કેસ નં.૧૬૭૪૧/૨૦૨૨ તથા ફોજદારી કેસ નં.૧૮૦૨૪/૨૦૨૧ મુજબના સજાના વોરંટના કામના બે આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) તુષાર ઉર્ફે ચીનો મનુભાઇ પરમાર રહે,આંબેડકરનગર શેરીનં.૧૧ રાજકોટ (૨) અનીલકુમાર કાશીનાથભાઇ શાહ રહે,જયહિંદનગર દુધસાગર રોડ રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250204-WA0035.jpg