બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક ભારતના પ્રવાસે છે. તેઓ દેશના જુદા જુદા ભાગોની મુલાકાત લઈ રહ્યા છે અને ભારતની વિવિધતા જાેઈ રહ્યા છે. આ ક્રમમાં, પીએમ મોદીને મળ્યા પહેલા, ઋષિ સુનકે તેમની પત્ની અક્ષતા મૂર્તિ અને બે પુત્રીઓ સાથે સંસદ ભવનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમની સાથે રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિ પણ હાજર હતી. લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહે સુનક અને તેના પરિવારનું સ્વાગત કર્યું. ઋષિ સુનકે સંસદના ગૃહોમાં ગેલેરી, ચેમ્બર અને કોન્સ્ટિટ્યુશન હોલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, તેમણે તેના સ્થાપત્ય અને ભવ્યતાની પ્રશંસા કરી.

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ઋષિ સુનકનો પરિવાર પણ હાજર હતો. પીએમ મોદીએ બધા સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર મીટિંગની તસવીરો શેર કરી છે. આ સાથે પીએમ મોદીએ લખ્યું હતું કે, ‘બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક અને તેમના પરિવારને મળીને ખૂબ જ ખુશ છું. અમે ઘણા વિષયો પર સરસ વાતચીત કરી. સુનક ભારતના ખૂબ સારા મિત્ર છે અને તે ભારત-યુકે સંબંધોને વધુ મજબૂત કરવા ઉત્સુક છે.

