બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે દેશની રાજધાની ખાતે નાણામંત્રી શ્રીમતી ર્નિમલા સીતારમણ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન, બંને નેતાઓએ નવી તકોની ચર્ચા કરી જે બંને દેશો વચ્ચે બજાર આધારિત નાણાકીય સંબંધોને વધુ મજબૂત કરી શકે અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપી શકે.
નાણા મંત્રાલયે ‘ઠ’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “કેન્દ્રીય નાણાં પ્રધાન ર્નિમલા સીતારમણ આજે નવી દિલ્હીમાં ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકને મળ્યા હતા.” પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ બજાર આધારિત નાણાકીય સંબંધોને મજબૂત કરવા અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા સંભવિત નવી તકો અંગે ચર્ચા કરી હતી.

મંત્રાલયે પોસ્ટમાં જણાવ્યું હતું કે, “નાણા મંત્રીએ કહ્યું કે ય્-૭ એજન્ડામાં પરસ્પર હિતના મુદ્દાઓનો સમાવેશ કરવા માટે કોમનવેલ્થનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે જે વૈશ્વિક દક્ષિણને લાભ આપે છે.”

