International National

નવા નિયમ હેઠળ H-1B વિઝા માટે માત્ર ટેકનિકલ ડિગ્રી પૂરતી રહેશે નહીં, પરંતુ કુશળતાને ધ્યાને લેવામાં આવશે

અમેરિકાએ H-1B વિઝાના નિયમોમાં મોટા ફેરબદલ કર્યા

અમેરિકામાં કામ કરવાનું સ્વપ્ન જાેનારા ભારતીયો માટે H-1B વિઝા સૌથી પસંદગીનો વિઝા છે. ફરીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અનેક નિયમો બદલવાનું શરૂ કરી દીધું છે. જેમાં અમેરિકાએ H-1B વિઝાના નિયમોમાં મોટા ફેરબદલ કર્યા છે. ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા નવા નિયમ હેઠળ H-1B વિઝા માટે માત્ર ટેકનિકલ ડિગ્રી પૂરતી રહેશે નહીં, પરંતુ કુશળતાને ધ્યાને લેવામાં આવશે. એટલે કે, ઉમેદવાર અરજીમાં તેની બધી લાયકાતોનો ઉલ્લેખ કરી શકે છે, પરંતુ તેમાંથી એક લાયકાત સીધી રીતે તેના કાર્ય સાથે સંબંધિત હોવી જાેઈએ.

આ એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે સામાન્ય રીતે અમેરિકામાં કામ કરવા જતા લોકોને આપવામાં આવે છે. જેમની પાસે H-1B વિઝા છે તેઓ તેમની પત્ની અને બાળકોને પણ પોતાની સાથે રાખી શકે છે. જાે કોઈનો H-1B વિઝા સમાપ્ત થાય છે, તો તે અમેરિકન નાગરિકતા માટે અરજી કરી શકે છે. જાેકે તેનો સમયગાળો ત્રણ વર્ષનો છે, તેને ૬ વર્ષ સુધી વધારી શકાય છે.

અમેરિકા દર વર્ષે ટેક્નિકલ કર્મચારીઓ માટે આશરે ૬૫ હજાર H-1B વિઝા જાહેર કરે છે. આ હેઠળ ભારત સહિતના અન્ય દેશના લોકો કામ માટે અમેરિકા જાય છે. અત્યાર સુધીમાં ૐ-૧મ્ વિઝા માટે ગ્રેજ્યુએશનની ડિગ્રી માન્ય ન હતી. પરંતુ હવે તેમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, પહેલા જાે તમારી પાસે કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી હોય, તો તમને તેનાથી સંબંધિત કોઈપણ નોકરી માટે H-1B વિઝા માટે લાયક ગણવામાં આવતા હતા, પરંતુ હવે અરજદારોને તેમની ટેક્નિકલ કુશળતા વિશે પણ પૂછવામાં આવશે.