ઉપરાષ્ટ્રપતિ આવતીકાલે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરની મુલાકાત લેશે
ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર, આવતીકાલે (૨૨મી ફેબ્રુઆરી, ૨૦૨૫) શનિવાર ના રોજ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર ખાતે એક દિવસના પ્રવાસ પર હશે. તેઓ આ દરમિયાન, ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટી, સંભાજી નગર, મહારાષ્ટ્રના ૬૫મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે અને સંભાજી નગર ખાતેની એસબી કૉલેજમાં બંધારણ જાગૃતિ વર્ષ અને અમૃત મહોત્સવનું ઉદ્ઘાટન કરશે.
તેમની મુલાકાતના ભાગ રૂપે, શ્રી ધનખર એલોરાના ગૃષ્ણેશ્વર મંદિરમાં પૂજા અને આશીર્વાદ પણ લેશે અને એલોરાની ગુફાઓ (કૈલાશ ગુફા) ની પણ મુલાકાત લેશે.

