Gujarat

વડોદરામાં તબીબોના ધરણા પ્રદર્શનને કારણે દર્દીઓ પરેશાન

વડોદરા
વડોદરાની સયાજી હોસ્પિટલમાં તબીબો દ્વારા જુનિયર ડોક્ટરોની પણ સેવા લેવામાં આવે તે સહિતની માંગ સાથે સુપ્રિટેન્ડ કચેરીની બહાર ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા. તબીબો આજે બ્લેક ડે ઉજવી રહ્યા છે. સતત આજે ત્રીજા દિવસે તબીબો દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે,તબીબોની માંગ છે કે જુનિયર તબીબો ની સેવા પણ લેવામાં આવે, કોવિડની ત્રીજી લહેરને લઈ સરકારી તંત્ર તાત્કાલિક આ લોકોની ભરતી કરે તેવી માંગ સાથે ધારણા પર બેઠા છે. તબીબોની આજની હડતાલને પગલે ઓપીડી, આઇ.સી.યુ. સહિતની સેવાઓ પર પણ અસરો પડી રહી છે. તબીબોની હડતાળ ને પગલે આરોગ્ય સેવાઓને પણ અસર પડી શકે છે.પીજીમાં પ્રવેશ મુદ્દે માંગ નહીં સ્વીકારતા તબીબોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. રેસિડેન્ટ તબીબો ઓપીડીથી અળગા રહેતા દર્દીઓની પરેશાનીમાં વધારો થયો છે. જાે કે હડતાળ દરમિયાન ઇમરજન્સી સેવા તબીબો ચાલુ રાખી છે. આજે ત્રીજા દિવસે પણ તબીબોના સયાજી હોસ્પિટલ ખાતે ધરણા યથાવત છે. ઉલ્લેખનિય છે કે અનેકવાર રાજ્ય સરકારને રજૂઆત કરી હોવા છતા તબીબોના પ્રશ્નોનું નિરાકણ લાવવામાં આવતું નથી, તેમજ એડહોક તબીબોની સેવા પણ સળંગ કરવાની માંગનો પણ સ્વીકાર કરવામાં આવ્યો નથી. ત્યારે હવે રેસિડન્ટ તબીબોમાં પણ રોષ જાેવા મળી રહ્યો છે. જેને લઈને તેઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. નીટ મોડી લેવા મુદ્દે અને નવી બેચ ન આવતાં તબીબોની અછત મુદ્દે સરકારે ર્નિણય ન લેતાં સોમવારથી હડતાળ પર ઊતરેલા બીજા વર્ષના રેસિડેન્ટ તબીબોએ ધરણાં યોજ્યાં હતાં. નીટ મોડી લેવાતાં પરિણામ પણ મોડાં આવ્યાં હતાં. જેથી મેડિકલના વિદ્યાર્થીઓની નવી બેચ ન હોવાથી એસએસજીમાં રેસિડેન્ટ તબીબોની અછત વર્તાઈ છે. તેના કારણે રેસિડેન્ટ તબીબો પર કામનું ભારણ વધતાં સરકારને રજૂઆત કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *