Gujarat

સાવરકુંડલા શહેરમાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત લેતાં યૂ. કે. ના તબીબ ડો ધ્વનિ (ડેની) ગોસ્વામી

સાવરકુંડલા શહેરમાં આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ ઓળખ ધરાવતાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાતે યૂ. કે. ના ડો. ડેની ગોસ્વામી.. આ આરોગ્ય મંદિરના મેડિકલ સર્વિસ મેનેજમેન્ટ સ્કિલ અને હોસ્પિટલની ક્લીનલીનેસ તેમજ તેમજ ગુણવત્તા યુક્ત ભોજન વ્યવસ્થા જોઈને પ્રભાવિત થયા હતા. ડો. ધ્યાની (ડેની) ગોસ્વામી ખુદ એક ડોક્ટર હોય વળી પોતે એમ. એસ. એમ. ડી. બર્મિંગમ યુનિર્વિસટી યૂ. કે. માં અભ્યાસ કરીને સુરત ખાતે પોતાની પીસ ઓફ માંઈન્ડ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ ધરાવે છે.. આમ તો ડો. ધ્યાની(ડેની) ગોસ્વામીનો ઉછેર બ્રિટન ખાતે થયેલ હોવા છતાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને સેવાકીય ભાવના ધરાવે છે.
સાવરકુંડલાના શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે  બે દિવસ સુધી હોસ્પિટલના દરેક વિભાગની ઝીણવટભરી મુલાકાત લઈને અહીંની તમામ વ્યવસ્થા અને એ પણ સંપૂર્ણ નિશુલ્ક જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે દર્દીઓ, ડોકટરો, નર્સિંગ સ્ટાફ, સિક્યોરિટી સ્ટાફ, સેનીટેશન સ્ટાફ એડ્મિનિસ્ટ્રેશન સ્ટાફ, ફાર્મસીસ્ટ સહિતના તમામ કર્મચારી ગણ સાથે વાતચીત કરીને આરોગ્ય મંદિરની વાસ્તવિક પરિસ્થિતિ જાણી હતી.
 
આ પ્રસંગે આ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. પ્રકાશ કટારીયા, અશોકભાઈ સાથે રહ્યા હતાં ખાસકરીને ડો. ભાલિયા અને ડો વાણિયા સાહેબની કાર્યશૈલીથી ખૂબ પ્રભાવિત થયા હતા. આ ઉપરાંત હોસ્પિટલ મેનેજમેન્ટ, ટ્રસ્ટીશ્રીઓની આ હોસ્પિટલને દર્દીનારાયણ માટે શ્રેષ્ઠતમ સેવા કેમ આપી શકાય અને એ પણ સંપૂર્ણ નિશુલ્ક એ અભિગમથી પોતે ખૂબ પ્રભાવિત થઈ પોતે પણ સાવરકુંડલા માટે સેવાકીય કાર્ય કરવાની મહેચ્છા દર્શાવી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા