Gujarat

શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલ – સાવરકુંડલા ખાતે ૧૫ મી માર્ચ વિશ્વ ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ સાવરકુંડલામાં ૧૫ મી માર્ચ વિશ્વ ગ્રાહક સુરક્ષા દિન નિમિત્તે કાર્યક્રમનું આયોજન થયેલ. જેમાં ગ્રાહકની જાગૃતિ માટે એક   ચિત્ર સ્પર્ધાનું આયોજન થયેલ આ સ્પર્ધામાં નંબર મેળવેલ વિદ્યાર્થિનીઓને ઇનામ વિતરણ કરવામાં આવેલ તેમજ ગ્રાહક સુરક્ષા વિશેના અધિકારો, હકો તેમજ ફરિયાદ નિવારણ અંગેનું માર્ગદર્શન શાળાના ગ્રાહક સુરક્ષાના કન્વીનર  હિતેશભાઈ ઢાપા દ્વારા આપવામાં આવ્યું તેમજ શાળાના આચાર્યા  ઉષાબેન તેરૈયાએ સાયબર ક્રાઈમ વિશે વિદ્યાર્થીનીઓને  માહિતગાર કરેલ. આ ઉપરાંત જનજાગૃતિ માટે ગ્રાહક સુરક્ષાના સુત્રોચ્ચાર સાથે રેલીનું આયોજન કરેલ હતું.
રેલી બાદ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીનીઓને નાસ્તો કરાવી કાર્યક્રમ પૂર્ણ કરેલ. આ કાર્યક્રમ શાળાના આચાર્યા ઉષાબેન તેરૈયાના માર્ગદર્શન નીચે યોજવામાં આવ્યો હતો.તેમજ આ સમગ્ર કાર્યકમનું સંચાલન શાળાના શિક્ષક ભરતભાઈ ગામી તેમજ હિરલબેન તેરૈયા દ્વારા કરવામાં આવેલ હતું.
બિપીન પાંધી. સાવરકુંડલા