Gujarat

વનતારા જોવા આવેલા બાબાનું એરપોર્ટ પર સ્વાગત, આજે દિવસભર મુલાકાત લેશે

જામનગરમાં રિલાયન્સના અનંત અંબાણી દ્વારા સ્થાપિત વિશ્વના સૌથી મોટા વન્યજીવ રેસ્ક્યુ સેન્ટર ‘વનતારા’ની મુલાકાતે મહાનુભાવોનો પ્રવાહ ચાલુ છે. ગઈકાલે શ્રી શ્રી રવિશંકરની મુલાકાત બાદ, મોડી રાત્રે બાગેશ્વર ધામના મહંત પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પણ જામનગર પહોંચ્યા છે.

જામનગર એરપોર્ટ પર તેમના આગમન સમયે તેમના અનુયાયીઓ અને સનાતન ધર્મપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિલાયન્સ તરફથી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાગેશ્વર બાબા તરીકે પ્રસિદ્ધ ધીરેન્દ્ર શાસ્ત્રી મોટર માર્ગે વનતારા પહોંચ્યા હતા.

આજે દિવસ દરમિયાન તેઓ વનતારાની મુલાકાત લઈ રહ્યા છે. વનતારા એ વન્યજીવો માટેનું કૃત્રિમ નિવાસ સ્થાન છે, જ્યાં વન્યજીવોના રક્ષણ અને સારવાર માટેની વિશ્વકક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ છે.