પાકિસ્તાનમાં વધુ એક હાઈપ્રોફાઈલ હત્યાનો મામલો સામે આવ્યો છે જેમાં અજાણ્યા હુમલાખોરોએ જમીયત ઉલેમા-એ-ઈસ્લામ (JUI) ના એક વરિષ્ઠ લીડર પર અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો. આ ઘટનામાં વરિષ્ઠ લીડર મુફ્તી અબ્દુલ બાકી મૃત્યુ પામી ગયા. પોલીસે આ મામલે કહ્યું કે આ હુમલામાં મુફ્તી અબ્દુલ બાકી નુરઝઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને અનેક ગોળીઓ વાગી હતી જેના બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે દમ તોડ્યો હતો. સુરક્ષાદળોએ હુમલાની પુષ્ટી કરતાં વધુ તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં રવિવારે ક્વેટાથી તાફ્તાન જતા સૈન્ય કાફલા પર મોટો આતંકી હુમલો કરાયો હતો. જેમાં સાત સૈનિકોના મોત થયા હતા અને ૨૧ ઈજાગ્રસ્ત થયા હતા. જાેકે આ હુમલાની જવાબદારી સ્વીકારતાં બલૂચ લિબરેશન આર્મી ૯૦ પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો કર્યો હતો.
પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી સતત આતંકવાદી હુમલા થઈ રહ્યા છે. રવિવારે ક્વેટાથી તફ્તાન જઈ રહેલા સેનાના કાફલા પર આતંકવાદી હુમલો થયો હતો, જેમાં સાત સૈનિકો માર્યા ગયા હતા જ્યારે ૨૧ ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી લેતા, બલૂચ લિબરેશન આર્મી એ ૯૦ પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો કર્યો હતો.

