Gujarat

વંડા ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત વંડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ તથા કરાટે કોચ દ્વારા શ્રી પીપીએસ હાઈસ્કૂલ વંડા ખાતે મહિલા સંરક્ષણની તાલીમનો પ્રારંભ થયો

આજ રોજ સુરક્ષા સેતુ સોસાયટી (SPC)અંતર્ગત વંડા પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ એ.એન.ગાંગણા તથા કરાટે કોચ વત્સલભાઈ પરમાર તેમજ સાહિલભાઈ ગોહિલ દ્વારા પી.પી.એસ.હાઈસ્કૂલમાં મહિલા સ્વ-રક્ષણની તાલીમનો પ્રારંભ કરવામાં આવેલ જે દરમિયાન શાળામાં ઉપસ્થિત સિનીયર શિક્ષીકા નીતાબેન ભટ્ટ તેમજ રશિમબેને વંડા પી.એસ. આઈ શ્રી તેમજ કરાટે કોચ વત્સલ ભાઈનું પુષ્ય ગુરછથી સ્વાગત કરી સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થા સુંદર રીતે સંભાળી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત પી એસ આઈ શ્રીએ શાળાની બહેનો ને સ્વરક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમના સુંદર આયોજન તેમજ સુચારૂ વ્યવસ્થા માટે આચાર્ય સંજયભાઈ ચૌહાણે નીતાબેન, રશ્મિબેન તેમજ મયુરભાઈ ચૌહાણને અભિનંદન પાઠવ્યા હતા એમ દીપકભાઈ ઝડફિયાની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી સાવરકુંડલા