Delhi

માનસિક આરોગ્ય અંગેની સમજમાં ભારતીયોમાં વધારો થયો

નવીદિલ્હી
રિસર્ચમાં એલએલએલે સત્વ કન્સલ્ટિંગ દ્વારા બેંગ્લુરુ, દિલ્હી, ગુવાહાટી, હૈદરાબાદ, કાનપુર, કોલકાતા, મુંબઈ, પટણા અને પુણેમાં ચાલુ વર્ષે પાંચ ઓગસ્ટથી ૯ સપ્ટેમ્બર દરમિયાન ૩,૪૯૭ પ્રતિસાદીઓનો સરવે કરવામાં આવ્યો હતો. આ અભ્યાસનું તારણ હતું કે ૨૦૧૮માં ફક્ત ૫૪ ટકા પ્રતિસાદીઓ જ તેના અંગે સભાન હતા અને તેના માટે જરુર પડે તો સારવાર લેવાનું વલણ ધરાવતા હતા. હવે ફક્ત ત્રણ વર્ષના સમયગાળામાં એટલે કે ૨૦૨૧માં આ ટકાવારી વધીને સીધી ૯૨ ટકા થઈ ગઈ છે. આનો સીધોઅર્થ એમ થાય કે વ્યક્તિઓ માનસિક આરોગ્યની સારવાર લેવામાં રસ ધરાવે છે. એલએલની સીઇઓ અનિષા પાદુકોણે જણાવ્યું હતું કે માનસિક આરોગ્ય અંગેની સભાનતામાં થયેલો વધારો તે અત્યંત મહત્ત્વની બાબત છે અને હવે તેને વધુને વધુ સ્વીકાર્યતા મળી રહી છે. પ્રારંભથી જ એલએલએલ ભારતના માનસિક આરોગ્ય અંગના વલણમાં પરિવર્તન લાવવા તથા માનસિક માંદગી અંગેની લોકોમાં સ્વીકાર્યતા વધારવા પ્રતિબદ્ધ છે. હવે આ પ્રકારની પરિસ્થિતિમાં તબકકાવાર ધોરણે આવી રહેલા ફેરફારતી અમે ખુશ છીએ. સરવેમાં ૯૬ ટકા પ્રતિસાદીઓએ જણાવ્યું હતું કે તેઓ કમસેકમએકાદી માનસિક માંદગીની જાણકારી ધરાવે છે. ૭૭ ટકા લોકો તનાવ અંગે માહિતગાર હતા અને ૬૫ ટકાએ તનાવને માનસિક માંદગીનું કારણ ગણાવી હતી.ભારતીયોમાં માનસિક આરોગ્ય અંગેની સમજમાં નોંધપાત્ર વધારો થયો છે. આ પ્રકારનો દાવો નવા સરવેમાં કરવામાં આવ્યો છે. આ સરવેનું તારણ છે કે ૯૨ ટકા પ્રતિસાદીઓ માનસિક આરોગ્ય માટે સારવાર લેવા તૈયાર છે, જ્યારે ૨૦૧૮માં આ ટકાવારી ૫૪ ટકા હતી. અભિનેત્રી દીપિકા પાદુકોણ દ્વારા સ્થાપિત ચેરિટેબલ ટ્રસ્ટ લિવલવલાફ ફાઉન્ડેશન (એલએલએલ) દ્વારા સંચાલિત સરવેનો મુખ્યે હેતુ માનસિક આરોગ્ય અંગેની જાણકારી, વલણઅને પ્રેક્ટિસ (કેએપી)માં આવેલા ફેરફારનો અભ્યાસ કરવાનો છે. આ અગાઉ તેણે ૨૦૧૮માં અભ્યાસ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *