Maharashtra

સમગ્ર દેશમાં ઓમિક્રોન વાઈરસ છુટાછવાયા સ્વરૂપે મળી આવ્યો છે ઃ નિષ્ણાંતો

મુંબઈ
દેશમાં ઓમિક્રોનની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ બાબતની સાવધાની વધુ સઘન કરાઇ રહી છે ત્યારે ટ્રાવેલ હિસ્ટરી ધરાવતા નાગરિકો સ્વેચ્છાએ તેમના પ્રવાસની વિગતો સત્તાવાળાઓને જણાવે તે જરૃરી છે એમ તેમણે કહ્યુંહતું.મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં ઓમિક્રોનના કેસ હાલમાં છૂટાછવાયા સ્વરૃપે મળી આવ્યા છે અને હજુ સુધી કોરાના વાઇરસનો આ નવો પ્રકાર સામુદાયિક નિષ્ણાતો તથા રાજ્ય કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોએ જણાવ્યું છે રાજ્ય ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. શશાંક જાેશીએ કહ્યું હતું કે ભારતમાં ઓમિક્રોનના છૂટાછવાયા કેસ મળ્યા છે અને તે પ્રવાસ સંબંધી છે. ધ્યાનમાં આવેલા કેસ હળવી અસરવાળા છે અને મોટા ભાગના દરદીઓ લક્ષણ વગરના (અસિમ્પ્ટોમેટિક) છે તથા તેમને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. હાલમાંતો ઓમિક્રોનના કોઇ મોટી વસાહતોમાં કેસ મળ્યા નથી અને નિશ્ચિત પણે તેનો દક્ષિણ આફ્રિકા કે બ્રિટન જેવો સામુદાયિક સ્તરે ફેલાવો થયો નથી. ટાસ્ક ફોર્સના સભ્યોને લાગે છે કે અત્યારે તો રાજ્ય સરકાર કોઇ લોકડાઉન અમલમાં મૂકી રગી નથી કેમ કે ઓમિક્રોનના કેસ ઘણા ઓછા છે. સોમવાર સાંજ સુધીમાં રાજ્યમાં વાઇરસ ના આ સ્વરૃપના પુણેના સાત તથા મુંબઇના ત્રણ મળીને માત્ર દસ જ કેસ નોંધાયા છે. આ સિવાય દેશમાં કર્ણાટક, ગુજરાત અને દિલ્હીમાં પણ કેસ ધ્યાનમાં આવ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *