Gujarat

ડીસામાં જીએસટી અધિકારી અને પેટ્રોલપંપના સંચાલકો દ્વારા ૫.૯૮ કરોડનું કૌભાંડ આચર્યું

પાલનપુર
ડીસામાં ૮ વર્ષ અગાઉ વેટ કાયદા હેઠળ પેટ્રોલ પંપ સંચાલકોએ વકીલ કમલેશ હેરુવાલા અને એકાઉન્ટન્ટ સાગર બનાવાલા દ્વારા કેટલાક પંપ સંચાલકો એ સરકારની આંખમાં ધૂળ નાખી ટેક્સની રકમ ઓછી ભરી હતી. મોડ્‌સ ઓપરેન્ડી મુજબ વેપારીઓએ જાતે વેટ ભર્યા અંગેનો મેન્યુઅલ નમુનો ૨૦૭ વિના સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરી ઘટક ૩૫ ડીસાના સીનીયર કારકુન નરેશ ચૌધરી અને સીનીયર કારકુન પ્રકાશ ચુડી પાસે તેમના લોગીન આઈડીમાંથી વેટ ભર્યા અંગેની ખોટી ખતવણી કરી એકનોલેજમેન્ટ રીશીપ્ટ જનરેટ કરી સરકાર સાથે છેતરપિંડી આચરી હતી. જેમાં નિવૃત રાજ્ય વેરા અધિકારી અશ્વિન જાેશી અને નિરીક્ષક કરસન પ્રજાપતિએ ગુનાહિત કાવતરું રચી વેપારીઓના હિતમાં સરકારને ૫.૯૮ કરોડનો ચૂનો ચોપડયો હતો. જે મામલામાં સ્થાનિક સ્તરે તપાસ બાદ ૨૯ વેપારીઓ, ટેક્સ એડવોકેટ, એકાઉન્ટન્ટ સાથે મળી જીએસટીના અધિકારી અને કર્મીઓ સામે સહાયક રાજ્ય વેરા કમિશનર ભારતી દેસાઈએ ડીસા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સરકારી ઓડિટ આકારણીની કામગીરી દરમિયાન આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. આ અંગેની વિગતો આપતા ડીસાના સહાયક રાજ્ય વેરા કમિશનર ભારતી બેન દેસાઈએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ ની ઓડિટ આકારણી કામગીરી દરમિયાન કેટલાક પેટ્રોલ પંપના સંચાલકોને તેમના પત્ર કે ભરવાપાત્ર વેરો વેટ મેન્યુઅલ ચલણથી વેરો ભરેલ દર્શાવેલ જેની નકલ તેમજ વેરા ભર્યા અંગેના પુરાવા વેપારીઓ પાસે તેમના વેરા સલાહકાર કમલેશભાઈ હેરુવાલા પાસે મંગાવેલા. તે અંગે નોટિસ પાઠવી ચલણો રજૂ કરવા જણાવ્યું હતું. પરંતુ વેપારી કે સલાહકાર આવા કોઈ ચલણો રજૂ કરેલા ન હતા. મેન્યુઅલી જે પેમેન્ટથી વેરો ભરેલ ન હતો તેમજ વેરા ભર્યા અંગેના પુરાવા રજૂ કર્યા ન હતા. જે બાદ વિસંગતતા ધ્યાને આવતા વર્ષ ૨૦૧૩-૧૪ના સમયથી મેન્યુઅલી ચલણોની સાથે મેળવણું કરતા ૨૯ વેપારીઓના કેસમાં વિસંગતતા સામે આવી હતી.ર્ વેચાણ વેરા વિભાગ ની પ્રાથમિક તપાસ દરમિયાન ૩૦ મે ના રોજ કરસનભાઈ વેલાજી ચૌધરીએ પોતાના લેખિત નિવેદનમાં જણાવ્યા મુજબ ” ટેક્સ મૂકી કમલેશભાઈ હેરૂવાલા અને એકાઉન્ટન્ટ સાગરભાઇ બનાવાલાને ચલણ ભરવા રોકડમાં પેમેન્ટ આપતા અને સાગરભાઇ તેમને વેરો ભરી ને તેઓને તેનું ઇ-પેમેન્ટનું ચલણ નમુનો ૨૦૭ આપતા હતા. પરંતુ પ્રાથમિક ચકાસણીમાં માલૂમ પડ્યું કે વેપારીએ રજૂ કરેલી ઇ-પેમેન્ટ રીસીપ્ટ માં છેડછાડ કરેલ છે આવા કોઇ નાણાં સરકારી તિજાેરીમાં જમા થયા નથી. જ્યારે ફછ્‌ૈંજી સિસ્ટમમાં આર કંપની ખોટી મેન્યુઅલ પેમેન્ટડ તરીકે ખતવણી થઈ છે. આમ ખોટુ છેડછાડવાળુ પેમેન્ટ ચલણ બનાવી એનું ચલણ તરીકે ખોટી ખતવણી ફછ્‌ૈંજી સિસ્ટમમાં કરાવડાવી સરકારી તિજાેરીને નુકસાન પહોંચાડ્યું હતું.

5.98-crore-scam-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *