અમદાવાદ
અમદાવાદ સહિત અન્ય મહાનગરોમાં ખોટી રીતે લારી ગલ્લા વાળાઓને પરેશાન કરવામાં આવ્યા છે. સ્ટ્રીટ વેન્ડર એકટ ૨૦૧૪ પ્રમાણે કોઈ કાર્યવાહી ન કરવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.કોઈપણ પ્રકારની જાણ કે નોટિસ આપ્યા વિના જ અમદાવાદ સહિત અલગ અલગ શહેરમાં લારી-ગલ્લાવાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, તે યોગ્ય નથી. સ્ટ્રીટ વેન્ડર્સ એકટ ૨૦૧૪ની કલમ-૩ પ્રમાણે તમામ લારી-ગલ્લા પાથરણા ધારકોનો સર્વે થવો જરૂરી છે, જે બાદ જ ધારા ધોરણ પ્રમાણે ૩૦ દિવસની નોટિસ આપ્યા બાદ જ તેમને દૂર કરી શકાય છે. તે ઉપરાંત કોર્પોરેશન મ્ઁસ્ઝ્ર એકટ હેઠળ લારી-ગલ્લા પાથરણા વાળા સામે કાર્યવાહી કરવાનો દાવો તો કરે છે, પરંતુ ૨૦૧૪ સ્ટ્રીટ વેન્ડર એકટની કલમો, આ વિષયને લાગતા બધા કાયદામાં સર્વોચ્ચ છે. જેથી અરજદાર તરફથી એવી માંગ કરવામાં આવી છે કે, સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટનું રાજ્યમાં યોગ્ય રીતે પાલન કરવામાં આવે. સાથે જ કોર્પોરેશન મારફતે લારી ગલ્લા ધારકોનો સામાન જપ્ત કરવાનો કોઈ અધિકારી નથી. આ અરજીમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જાે દિવસ દરમિયાન જાહેરમાં કોઈ પશુ અથવા પક્ષીને કાપીને મારી નાખવામાં આવે, તો અન્ય લોકો માટે વાંધાજનક હોઈ શકે છે, પરંતુ જાહેરમાં તેનું વેચાણ કે તેને આરોગવામાં વાંધો ન હોઈ શકે, તે વ્યક્તિ પસંદગીની બાબત છે. અરજદારના વકીલની એ પણ દલીલ છે કે કેટલાક શાકાહારી લોકો પશુમાંથી આવતા દૂધ, ચીઝ, મધ ખાવાને પણ યોગ્ય નથી માનતા, તો શું તે બંધ કરી દેવામાં આવશેઅમદાવાદ સહિત ગુજરાતભરમાં લારી ગલ્લા ધારકોના લારી-ગલ્લા ઉઠાવી લેવા તેમજ તેમનો ધંધો બંધ કરાવવા મામેલ ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજી મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવશે.. અમદાવાદ સહિત રાજ્યની વિવિધ મહાનગરપાલિકા કામગીરી સામે અને રાજ્ય સરકાર સામે ગુજરાત હાઇકોર્ટમાં ૨૦ જેટલા લારી ગલ્લા ધારકોએ અરજી કરી છે.


