Gujarat

વેરાવળ થી ડોળાસા વચ્ચે ટૂંકા અંતરમાં બે ટોલ ટેક્સ ગેરકાયદેસર દર્શાવતી હાઇકોર્ટમાં જાહેર હીતની અરજી દાખલ 

સામાજિક અગ્રણી ઇમ્તિયાઝ પઠાણ દ્વારા પી.આઈ.એલ દાખલ કરવામાં આવી.
અગામી ૨૮ માર્ચે હાઇકોર્ટમાં વધુ સુનવણી હાથ ધરાશે
ગીર સોમનાથ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે એન એચ ૫૧ માં ૪૦ કિલોમીટરના અંતરમાં બે ટોલટેક્સ શરૂ કરતાં  આ બંને ટોલટેક્સ વચ્ચે નું અંતર ઓછું હોય ગેરકાયદેસર ગણાવતી જાહેર હીતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે દ્વારકા થી ભાવનગર સુધી નેશનલ હાઇવે ઓથોરિટી નો હાઈવે એન એચ ૫૧ છે જે ગીર સોમનાથ માંથી પસાર થાય છે તેમાં સોમનાથ જંક્શન થી કોડીનાર તરફે ૧૦ કી મી ના અંતરે સુંદરપુરા ટોલટેક્સ આવેલ છે જ્યાં વાહન દીઠ એક તરફે યાત્રાના રૂપિયા ૬૦ થી ૧૧૦૦ સુધી વાહન ચાલકો પાસેથી વસૂલવામાં આવે છે અને સોમનાથ જંક્શન થી ૫૧  કિલોમીટરના અંતરે ઉના તરફે વેળવા ગામ પાસે બીજું ટોલટેક્સ આવે છે જ્યાં એક તરફે યાત્રાના વાહન દીઠ ૭૦ થી ૪૪૫ વસૂલવામાં આવે છે આ બંને ટોલટેક્સ વચ્ચેનું અંતર માત્ર ૪૦ કિલોમીટર છે
તેમજ હાલ સોમનાથ થી ઉના તરફે અનેક જગ્યાએ આ રોડનું કામ અધૂરું હોય અને ઓવરબ્રિજ કાર્યરત ન હોય અને જે બ્રિજ નું કામ શરૂ છે ત્યાં સર્વિસ રોડ પરથી નીચેથી વાહનો પસાર થતા હોય અને બ્રિજ ની ઉપર કામ શરૂ હોય તે ખૂબ જોખમી છે તેમ છતાં છેલ્લા ચાર માસ થી આ ટોલ ટેક્સ ઉઘરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે તેમજ કેશોદ થી કે માંગરોળ તરફથી આવતા વાહનોને ડારી ટોલટેક્સ પર ટોલ ટેક્સ ચૂકવી અને ૨૫ કિ.મી. ના અંતરે સુંદરપુરા ટોલ ટેક્ષ ચૂકવવો પડે છે એટલે હાલે વેરાવળથી ઉના યાત્રા દરમીયાન બે ટોલ ટેક્સ અને કેશોદ અથવા માંગરોળથી ઉના જવું હોય તો ડારી થી ડોળાસા સુધી માં ૬૫ કિલોમીટરના અંતરે ત્રણ ટોલટેક્સ ડારી,સુંદરપુરા, અને વેળવા એમ ત્રણ જગ્યાએ વાહન ચાલકોને પૈસા ચૂકવવા પડે છે
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી દ્વારા માર્ચ ૨૦૨૨ માં સંસદમાં કહેવાયું હતું કે દેશ માં કોઈ પણ જ્ગ્યાએ બે ટોલ વચ્ચે ૬૦ કિલોમીટરનું અંતર હોવું જરૂરી છે અને બે ટોલ વચ્ચે ૬૦ કિલોમીટર થી ઓછુ અંતર હશે તો તે ટોલ નાકું બંધ કરવામાં આવશે પણ આશરે છેલ્લા ચાર મહિના પહેલા શરૂ કરાયેલા ગીર સોમનાથના બે ટોલટેક્સ વચ્ચેનું અંતર માત્ર ૪૦ કિ.મી. જેટલું હોય એ વાત નવાઈ પમાડે તેવી છે સમગ્ર મામલે મુસ્લિમ એકતા મંચના પ્રમુખ ઈમ્તિયાઝ પઠાણ દ્વારા રોડ ઉપર ક્યાં કામગીરી ચાલુ છે તે બાબતની વિગતો તેમજ વિશેષ આધાર પુરાવાઓ જોડી આ ટોલ ટેક્ષ કાયદેસર છે
કે કેમ અને આ ટોલ ગેર કાયદે ઉઘરવાયો હોય તો વાહન ચાલકો પાસે થી ઉધરવાયેલ રકમ પરત કરવી જોઈએ તેવી માંગ કરતી નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જાહેર હીતની અરજી પી.આઈ.એલ દાખલ કરવામાં આવી છે નામદાર ગુજરાત હાઇકોર્ટ સમગ્ર મામલે અગામી ૨૮ માર્ચના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે ગીર સોમનાથમાં ૨૦૧૬ થી શરૂ થયેલો સોમનાથ ભાવનગર હાઈવે પ્રોજેક્ટ અનેક વાર રોડ ના કામ તથા કામ ની ગુંવવતા બાબતે વાદ વિવાદો માં આવેલો છે આ ટોલટેક્સ ગેરકાયદે હોય અને પ્રજા ના ખિસ્સા પર ભારણ હોય બંધ કરવા બાબતે સામાજિક અગ્રણી ઇમ્તિયાઝ પઠાણ દ્વારા કાયદાકીય મોરચો માંડતા ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિકો મા પણ નામદાર કોર્ટ દ્વારા રાહત મળશે તેવી આશા સેવાઈ રહી છે
હાર્દિક કાનાબાર પ્રાચી