,સુરત
સુરતના જહાંગીરપુરા દાંડી ફાટક પાસેથી પોલીસે ૬.૭૩ લાખની કિંમતની વિદેશી દારૂની નાની મોટી ૨૭૬૦ નંગ દારૂની બાટલીઓ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂની હેરાફેરી કરનાર બેને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે દારૂના જથ્થાની હેરાફેરીમાં વપરાતી ૩ લાખની કિંમતનો બોલેરો જીપ પણ કબ્જે લીધી છે. ૯.૭૩ લાખનો મુદ્દામાલ પકડાયો જહાંગીરપુરા પોલીસે જણાવ્યું હતું કે, જહાંગીરપુરા દાંડી ફાટક પાસેથી એક બોલેરો જીપમાં દારૂનું મોટો જથ્થો પસાર થઈ રહ્યો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દારૂની ૨૭૬૦ બોટલ ઝડપી પાડી છે. એ૬.૭૩ લાખના દારૂ અને ૩ લાખની કિંમત ની બોલેરો જીપ મળી પોલોસે ૯.૭૩ લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. બોલેરો પીકઅપ નં-ય્ત્ન-૦૬-છઠ-૧૫૪૦ નો ચાલક તથા બીજા એક ઇસમની તપાસ ચાલી રહી છે. ભારતીય બનાવટનો ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હિસ્કી, બેચ નંબર-૦૭૧/એલ-૫ ની ૭૫૦ સ્ન્ ના ૫૦ ખાખી કલરના બોક્ષમાં ૬૦૦ નંગ બાટલીઓ, રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કી, બેચ નંબર-૫૯/એલ-૫ ની ૭૫૦ સ્ન્ ના ૩૧ ખાખી કલરના બોક્ષમાં ૩૭૨ નંગ બાટલીઓ, રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કી, બેચ નંબર-૬૯/એલ-૬ ની ૧૮૦ સ્ન્ ના ૧૯ ખાખી કલરના બોક્ષમાં ૯૧૨ નંગ બાટલીઓ અને ઇમ્પીરીયલ બ્લુ હેન્ડ પીકેડ ગ્રીન વ્હીસ્કી, બેચ નંબર-બીએચ-૨૪૩ ની ૧૮૦ સ્ન્ના ૨૦ ખાખી કલરના બોક્ષમાં ૯૬૦ નંગ બાટલીઓ મળી આવી છે જે તમામની કુલ્લે કિમત રૂ. ૬.૭૩.૨૦૦ ગણી તથા ઇંગ્લીશ દારૂના હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલા સફેદ કલરનો બોલેરો પીક અપ જીપની કિ.રૂ.૩ લાખ કુલ્લે કિ.રૂ.૯,૭૩,૨૦૦નો મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે
