રાજકોટ ગુનાહિત ઇતિહાસ ધરાવતા માજલો-ભાણુ ના ગુજસીટોકના જામીન રદ કરતી નામદાર કોર્ટ.
રાજકોટ શહેર તા.૨૭/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાય રહે અને લોકોની સલામતી જળવાય તે હેતુથી અસામાજીક પ્રવૃતિ કરતા જાહેર શાંતિ ન ડોહળવાનો પ્રયાસ કરતા ગુનેગારો વિરૂધ્ધ અટકાયતી પગલા લેવા તેમજ નામદાર કોર્ટ દ્વારા શરતોને આધીન જામીન પર છુટેલ તેમજ ગંભીર પ્રકારના ગુનામા જામીન પર છુટ્યા પછી પણ ગુનાહીત પ્રવૃતિ કરતા હોય, તેવા આરોપીના નામદાર કોર્ટમા રીપોર્ટ કરી જામીન રદ કરવા સુચના કરેલ હોય. જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર.વસાવા નાઓએ આરોપી માજીદ ઉર્ફે માજલો રફીકભાઇ ભાણુના જામીન રદ કરવા માટે મદદનીશ પોલીસ કમિશનર પશ્ચિમ વિભાગનાઓને રીપોર્ટ કરેલ હોય. મદદનીશ પોલીસ કમિશનર પશ્ચિમ વિભાગના રાધિકા ભારાઈ નાઓએ નામદાર કોર્ટમા આરોપીના જામીન રદ કરવા રીપોર્ટ કરી ગુજસીટોકના સ્પેશ્યલ સરકારી વકીલ તુષાર ગોકાણી સાથે આરોપીના ગુનાહીત ઇતિહાસ તેમજ ગુજસીટોકના ગુનામા જામીન મુક્ત થયે ફરીથી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરતો હોય અને સમાજમા ભય ફેલાવતો હોય, જેની સામાજીક જીવન પર વિપરીત અસર પડતી હોય અને નામદાર કોર્ટની શરતો ભંગ કરેલ હોય જે બાબતે વાકેફ કરતા ગુજસીટોકના સ્પેશ્યલ સરકારી વકીલ તુષાર ગોકાણીએ નામદાર કોર્ટને રજુઆત કરતા ગુજસીટોકના ગુનામા જામીન પર રહેલ આરોપી માજીદ ઉર્ફે માજલો ભાણુના નામદાર કોર્ટે જામીન રદ કરેલ છે. ગુજસીટોકના આરોપી માજીદ ઉર્ફે માજલો રફીકભાઇ ભાણૂ જાતે-સંધી-મુસ્લીમ ઉ.૨૪ રહે-હુડકો ક્વાર્ટર રામાપીર મંદીર વાળી શેરી વોકળાના કાંઠે રાજકોટ. રાજકોટ શહેર પ્ર.નગર પો.સ્ટે IPC-120(B),143,147,148,149,302,403,506(2) GP ACT-135 મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


