Gujarat

ભાઈ આ ફૂટપાથ છે કે પાર્કીંગ ઝોન.?? સાવરકુંડલા એટલે જાહેર પાર્કિંગની માથાકૂટ..!! હવે તો મકાનમાલિકે પ્રવેશદ્વાર પાસે જાહેર બોર્ડ મુકવા પડે છે.. કે આ અમારું પ્રવેશદ્વાર છે. અહીં કોઈએ પોતાના વાહનો પાર્ક ન કરવા.. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં જાહેર પાર્કિંગની સુવિધા કેમ નથી?? હવે તો હદ થઈ ગઈ. જૂઓ અહીં આ મકાનનાં માલિકે  ફરજિયાત બોર્ડ મૂકવું પડે છે કે ભાઈ આ અમારું પ્રવેશદ્વાર છે કમસેકમ અહીં કોઈએ વાહન પાર્ક ન કરવા.. આમ તો પાર્કીંગ એ માથાનો દુખાવો છે. લોકો દ્વિચક્રી વાહનો તો વસાવી લે છે પરંતુ આવાગમન સમયે જાહેર પાર્કિંગની સુવિધા ન હોય જ્યાં ખુલ્લી જગ્યા જોઈ ત્યાં વાહન પાર્કિંગ કરવા મજબૂર થાય છે..બાજુમાં જ બેંક અને એટીએમ આવેલાં છે એટલે લોકોની અવરજવર પણ વધુ રહે તે સ્વાભાવિક છે. સાવરકુંડલા શહેરમા હજુ જાહેર માર્ગ પર આવેલી જગ્યા પર લોકો પોતાના વાહનો પાર્કિંગ કરતાં જોવા મળે છે. આમ સાવરકુંડલા શહેરમાં જાહેર પાર્કિંગની સુવિધા થાય તો લોકોને ચાલવાનો રસ્તો જેને ફૂટપાથ કહે છે તે પર્યાપ્ત માત્રામાં મળે.. બાકી હાલ તો પ્રશ્ર એ ઊભો થાય છે કે આ ફૂટપાથ છે કે પાર્કીંગ ઝોન..??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *