ટ્રાઈફેડ ગુજરાત વેચાણ અને ખરીદી ડેટાના વિશ્લેષણ પરના સંશોધન પેપર માટે વિજ્ઞાનિક માન્યતા
રાજકોટ: આર.કે. યુનિવર્સિટીના સંશોધક અજિત વાછાણી દ્વારા લખાયેલ સંશોધન પેપર “ટ્રાઈફેડ ગુજરાત વેચાણ અને ખરીદી ડેટાનો તુલનાત્મક અભ્યાસ” આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ પેપર “Innovate India: International Multidisciplinary Conference” માં રજૂ થયું, જે 22-23 ફેબ્રુઆરી, 2025 દરમિયાન માઉન્ટ આબુ ખાતે યોજાઈ હતી.
આ સાથે જ, આ પેપર “Research Matrix” (ISSN 2321-7073) નામક પિયર-રિવ્યુ જર્નલમાં પણ પ્રકાશિત થયું છે. જર્નલના Volume-11, Year-12, Issue-7, Feb 2025 ના અંકમાં આ સંશોધન સ્થાન પામ્યું છે.
આ સંશોધનમાં ગુજરાત રાજ્યમાં ટ્રાઈફેડની પ્રવૃત્તિઓ, ત્રાઇબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (TRIFED) દ્વારા કરવામાં આવતી Minor Forest Produce (MFP) ખરીદી અને તેના પ્રભાવના વિશ્લેષણને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યું છે. આ અભ્યાસથી ગુજરાતના આદિવાસી સમુદાયના ટકાઉ સ્વરોજગાર અને જીવનજરૂરી વિકાસ માટે ટ્રાઈફેડની ભૂમિકા અંગે મહત્ત્વપૂર્ણ માહિતી મળી શકે છે.
અજિત વાછાણી ના આ સિદ્ધિ માટે રિસર્ચ ફ્રેટર્નિટી અને સહકર્મચારીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે આ સંશોધન ગુજરાતના આદિવાસી સમાજના અર્થતંત્રને વધુ સમજીને વિકાસલક્ષી નીતિઓ ઘડવામાં મદદરૂપ થશે.
તસવીર અહેવાલ
જીજ્ઞેશ પટેલ માણાવદર


