શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલમાં વધુ એક સુવિધા દર્દી નારાયણ માટે ઉભી કરાઈ: ડો. હીમ પરીખની સેવા
અમરેલી જિલ્લામાં સૌપ્રથમ વાર ફેફસાનું દૂરબીન નાખીને દર્દી નારાયણ માટે તપાસ શરૂ કરાઈ(bronchoseopy) Dr. હીમ પરીખ દ્વારા શાંતાબા મેડિકલ કોલેજમાં આ procedure શરૂ કરાય આ તપાસથી ફેફસાના જટિલ માં જટિલ નિમોનિયા, ફેફસા માં રહેલ સાદી કે કેન્સરની ગાંઠ ની તપાસ અને બાયોપ્સી, ફેફસામાં થતા t.b કે ફૂગના ઇન્ફેક્શનની તપાસ અને સારવાર થઇ શકે છે આ સુવિધા લેવા માટે પહેલા દર્દી નારાયણને રાજકોટ, અમદાવાદ, જેવા મહાનગરોમાં જઈને સારવાર કરાવવી પડતીહતી તે હવે શાંતાબા જનરલ હોસ્પિટલમાં આ સુવિધા એકદમ ફ્રીમાં મળશે દર્દીના સગાએ સંપૂર્ણ સારવાર પૂરી થતા શાંતાબા જનરલ હોસ્પિટલના ડોક્ટરો અને સંપૂર્ણ મેડિકલ સ્ટાફ નો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


