Gujarat

રાણપુરમાં ટેક્ષપીન બેરીંગ કંપની ખાતે ઈફતાર પાર્ટી યોજાઈ

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આવેલ ટેક્ષસ્પીન બેરીંગ કંપની ખાતે મુસ્લિમોના રમજાન માસ નિમિત્તે ટેક્ષપીન બેરીંગ કંપનીના માલીક ભુપેન્દ્રભાઈ મકવાણા,દિપેનભાઈ મકવાણા,વિશાલભાઈ દ્વરા ઈફતાર પાટીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ટેક્ષસ્પીન કંપનીમાં કામ કરતા મુસ્લિમ ભાઈઓને રોજા ખોલાવ્યા હતા તેમજ હિન્દુ ભાઈઓ પણ ભેગા મળીને એક સાથે જમવા બેસીને કોમી એકતાના દર્શન જોવા મળ્યો હતો.દર વર્ષે ટેક્ષપીન પરિવાર દ્વારા રમજાન માસ દરમિયાન કંપનીમાં કામ કરતા મુસ્લિમ કર્મચારીઓ માટે ઈફતાર પાર્ટી કરી રોજા ખોલાવાનું આયોજન કરવામાં આવે છે.આ વખતે ઈફતાર પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા…
તસવીર:વિપુલ લુહાર,રાણપુર