ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગૂજરાત સરકારના પશુ પાલન વિભાગ દ્વારા ચાલતુ અને જી.વી. કે. ઈ.એમ.આર.આઈ. દ્વારા સંચાલિત દસ ગામ દિઠ ફરતા પશુ દવાખાના દ્વારા ગીર સોમનાથ જિલ્લા ના તાલાલા તાલુકા ના હડમતીયા ગામ નો કેસ મળતા પશુ ચિકિત્સક ડો. સાહિલ પટેલ અને ડો. જીજ્ઞેશ સોલંકી તેમજ તેમના સાથી પાયલોટ કમ ડ્રેસર સંજયભાઈ અને સાગરભાઈ કેસ મા જવા નીકળી ગયા હડમતીયા ગામ ના રહેવાસી રમેશભાઈ દ્વારા કેશ નોંધવામાં આવ્યો હતો સ્થળ પર પોહોચી તપાસ કરતા જાણવા મળ્યું કે ગાય ને સિંગડા મા સડો છે અને તે પીડાય રહી છે વધુ તપાસ કરતા ગાય ને સિંગડાનુ ઓપરેશન કરવાની જરૂર પડે તેમ હતી જે થી પશુ ચકિત્સક ડો. સાહિલ પટેલ અને ડો. જીજ્ઞેશ સોલંકી અને પાઇલોટ કમ ડ્રેસર સંજયભાઈ અને સાગરભાઈ એમ 1962 ની ટીમ દ્વારા ગાય ના સિંગડાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું તેમજ સરકાર દ્વારા ચાલતી મફત સર્વીસ હોય જેથી મફત ઓપરેશન તેમજ દવાઓ પણ મફત મા આપવામા આવી હતી તે થી ગાય ના માલિક રમેશભાઈ ની ગાય નો જીવ બચાવવા બદલ પશુ ચિકત્સક નો આભાર માનવામા આવ્યો હતો.
આમ 10 ગામ દિઠ ફરતા પશુ દવાખાના દ્વારા સફળ ઓપરશન કરી ગાય નો જીવ બચાવવામાં આવ્યો હતો અને પશુ ચિકિસ્તક ડો.સાહિલ પટેલ અને ડો. જીજ્ઞેશ સોલંકી તથા પાયલોટ કમ ડ્રેસર સંજયભાઈ અને સાગરભાઈ દ્વારા સારી કામગીરી બદલ જીલ્લા પ્રોગ્રામ મેનેજર શ્રી ડો.જતીન સંચાણીયા તેમજ જીલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટર શ્રી અમાનતઅલી નકવી દ્વારા સારી કામગીરી બદલ બિરદાવવામાં આવ્યા હતા.
આમ અનેક પશુઓ માટે આશીર્વાદ રૂપ બની રહેલ 1962 એનિમલ હેલ્પ લાઇન નો ટોલ ફ્રી નંબર 1962 પર કોલ કરી અબોલ પશુઓ ના જીવ બચાવવા મા મદદરૂપ થવા સોશીયલ એક્ટીવિસ્ટ અનિષ રાચ્છ ગીર સોમનાથ દ્રારા અપીલ કરવામાં આવલ હોવાનુ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Attachments area


