International

રશિયાના રાષ્ટ્રપતિ વ્હાદિમીર પુતિન દ્વારા શનિવાર રાત્રે ૮:૩૦ વાગ્યાથી ૨૧ એપ્રિલ મધ્ય સુધી ઈસ્ટર યુદ્ધવિરામ

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા યુદ્ધનો આખરે વિરામ

યુક્રેન અને રશિયા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને લઈ રશિયાના રાષ્ટ્રપતિ વ્હાદિમીર પુતિન દ્વારા મહત્વનો ર્નિણય કરવામાં આવી છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રન સાથે યુદ્ધ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. પુતિને જાહેરાત કરી કે, શનિવાર રાત્રે ૮:૩૦ વાગ્યાથી ૨૧ એપ્રિલ મધ્ય સુધી ઈસ્ટર યુદ્ધવિરામ સુધી જ હશે. આ ર્નિણય ઈસ્ટર તહેવાર દરમિયાન માનવીય રાહત અને શાંતિના પ્રયાસો હેઠળ લેવાયો.

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, યુક્રેન પર રશિયા દ્વારા જાહેર કરાયેલા યુદ્ધવિરામના ઉદાહરણનું અનુસરણ કરશે અને શાંતિનો રસ્તો અપનાવશે. આ ર્નિણય ઈસ્ટર તહેવારને જોતા માનવીય કારણોથી લેવાયો.

જો કે, પુતિને સેના પ્રમુખ વૈલેરી ગેરાસિમોવને નિર્દેશ આપ્યા છે કે, જો યુદ્ધવિરામ દરમિયાન જો યુક્રેન નિયમોનું પાલન નહીં કરે અથવા ઉલ્લંઘન કરશે તો સેનાને તૈયાર રહેવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, પુતિન દ્વારા યુદ્ધ વિરામની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે. જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા- યુક્રેનનાં સંઘર્ષને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.

મહત્વનું છે કે, ગયા અઠવાડિયાની શરૂઆતમાં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. રશિયાએ ઉત્તરીય યુક્રેનિયન શહેર સુમી પર બે બેલેસ્ટિમક મિસાઈલોથી હુમલો કર્યો હતો. જેમાં ૩૪ લોકો માર્યા ગયા હતા. જ્યારે ૧૧૭ લોકો ઘાયલ થયા હતા. આ વર્ષે રશિયા દ્વારા અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો કર્યો હતો.