દ્વારકા તાલુકાનાં લોવરારી ગામે શ્રીસમતુલી માતાજીનાં મંદિર પટાંગણમાં શ્રી રામકથા જ્ઞાન મહોત્સવ નું આગામી તા.28/4/25 સોમવાર ને વૈશાખ સુદ એકમનાં શુભારંભ થશે. આ કથાનો સમય સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 રહેશે.
શ્રીસમતુલી માતાજી સેવા સમિતિ દ્વારા આયોજિત આ જ્ઞાન યજ્ઞમાં વ્યાસપીઠ ઉપર દ્વારકા વાળા કાનદાસ બાપુ દુધરેજીયા બિરાજમાન થઈને શ્રોતાઓને રામકથાનું રસપાન કરાવશે. કથા પ્રારંભે પ્રથમ દિવસે પોથીયાત્રાથી લઈને દરરોજ વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવાશે.
આ કથા દરમ્યાન પધારેલા સૌ સંતો-મહંતો,માઈ ભક્તો અને મહેમાનો માટે દરરોજ બપોરે 12 થી 2 પ્રસાદ ભોજન ની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. નવ દિવસ સુધી આયોજિત આ ધર્મ મહોત્સવમાં પધારીને પુણ્યનું ભાથું બાંધવા સૌ ધર્મ પ્રેમી જનતાને શ્રી સમતુલી માતાજી સેવા સમિતિ અને ભુઈમા રાણબાઈબેન બબાભા સુમણીયાનું ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રિપોર્ટ÷બુધાભા ભાટી

